Devbhumi Dwarka: કોસ્ટગાર્ડનું શક્તિશાળી જહાજ 'ICGS અચલ' વાડીનાર પોર્ટ પહોંચતા ભવ્ય સ્વાગત, સમુદ્રી સુરક્ષા મજબૂત બનશે

51 મીટર લાંબુ અને અત્યાધુનિક નેવિગેશન, કોમ્યનિકેશન અને સર્વેલન્સ સિસ્ટમથી સજજ ICGS અચલ દરિયામાં કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઝડપી, લાંબા સમય સુધી અને ચોકકસ મિશન આધારિત કામગીરી કરવા સક્ષમ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Jun 2026 05:20 PM (IST)Updated: Wed, 24 Jun 2026 05:20 PM (IST)
devbhumi-dwarka-news-icgs-achal-arrives-at-vadinar-port-to-boost-security

Devbhumi Dwarka: ભારતીય સેનામાં તાજેતરમાં સામેલ કરવામાં આવેલું નવું ફાસ્ટ પેટ્રોલ વેસલ 'ICGS AQg અચલ’ સોમવારે ખંભાળિયા તાલુકાના વાડીનાર બેઝ પોર્ટ ખાતે આવી પહોંચ્યું હતું.

 

આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ અવસરે જહાજનું પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્વાગત સમારોહમાં કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ, જવાનો અને સ્થાનીય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. 51 મીટર લાંબુ અને અત્યાધુનિક નેવિગેશન, કોમ્યનિકેશન અને સર્વેલન્સ સિસ્ટમથી સજજ ICGS અચલ દરિયામાં કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઝડપી, લાંબા સમય સુધી અને ચોકકસ મિશન આધારિત કામગીરી કરવા સક્ષમ છે.

naidunia_image

વ્યુહાત્મક દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા દરિયાઈ વિસ્તારમાં આ વેસલની કાયમી ધોરણે તૈનાતીથી કોસ્ટલ સિકયોરિટીમાં વધારો થતા રાજયના દરિયાકાંઠે કોસ્ટગાર્ડની સતત દેખરેખ ક્ષમતામાં વધારો થશે તેમજ સમુદ્રમાં ઊભી થતી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત પ્રતિભાવ આપી શકાશે. આ સાથે દરિયાઈ સરહદોનું રક્ષણ, માછીમારોની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોનું સંવર્ધન પણ વધુ અસરકારક રીતે થઈ શકશે.