Devbhumi Dwarka: અંબાણી પરિવાર દ્વારકામાં, ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી

મંદિરના પૂજારીઓ દ્વારા અંબાણી પરિવારના સદસ્યોને દ્વારકાધીશના પાદૂકા પૂજન કરાવી આશીર્વચન પાઠવ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 24 May 2025 04:35 PM (IST)Updated: Sat, 24 May 2025 04:35 PM (IST)
devbhumi-dwarka-news-ambani-family-offer-prayers-at-dwarkadhish-temple
HIGHLIGHTS
  • અંબાણી પરિવારે દ્વારકાધીશની ધજાનું પણ પૂજન કર્યું

Devbhumi Dwarka: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણી આજે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારકા પહોંચ્યા હતા. અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને આજે તેમણે દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

મંદિરમાં પહોંચીને અંબાણી પરિવારે ભગવાન દ્વારકાધીશના ભાવપૂર્વક દર્શન કર્યા હતા અને વિધિવત પૂજન કર્યું હતું. તેમણે રાજભોગના દર્શનનો પણ લાભ લીધો હતો. મંદિરના વારાદાર પૂજારીએ અંબાણી પરિવારના સદસ્યોને ભગવાન દ્વારકાધીશના પાદુકા પૂજન કરાવી આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે અંબાણી પરિવારે દ્વારકાધીશજીની ધ્વજાનું પણ પૂજન કર્યું હતું, જે તેમની ભક્તિનું પ્રતિક હતું.

આ મુલાકાત દરમિયાન દ્વારકાના કલેક્ટર, SDM અને દ્વારકાધીશ મંદિર સમિતિના વહીવટદાર દ્વારા મુકેશ અંબાણીને દ્વારકાધીશ મંદિરનું સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. આ સન્માન અંબાણી પરિવાર અને દ્વારકાધીશ મંદિર વચ્ચેના ઊંડા જોડાણને દર્શાવે છે.