દેવભૂમિ દ્વારકા ભાજપનું કડક પગલું: 4 કાર્યકર્તા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ, કારણ-"પક્ષ વિરોધી પ્રવૃત્તિ"

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખે સત્તાવાર આદેશ જારી કર્યો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 18 Apr 2026 09:12 AM (IST)Updated: Sat, 18 Apr 2026 09:12 AM (IST)
devbhoomi-dwarka-bjp-suspends-four-workers-ahead-gujarat-election-2026
HIGHLIGHTS
  • દેવભૂમિ દ્વારકા ભાજપમાં સફાયો
  • 4 કાર્યકર્તાને સસ્પેન્ડ કરવામાં આવ્યા
  • પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી

Devbhoomi Dwarka BJP News: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ રામભાઈ ગઢવી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કુલ 4 કાર્યકર્તાઓને પક્ષની તમામ જવાબદારીઓ અને પ્રાથમિક સભ્યપદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

આ 4 નેતાઓ સામે કરી કાર્યવાહી

ચૂંટણીના આ માહોલમાં પક્ષની શિસ્ત જાળવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શિસ્તભંગના આકરા પગલાં લેવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, જે નેતાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમના નામ નીચે મુજબ છે: 

  • બહાદુરસિંહ હરિસિંહ વાઢેર (ખંભાળિયા તાલુકો)
  • નરેન્દ્રસિંહ સુજુભા જાડેજા (ખંભાળિયા તાલુકો)
  • વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સોનગરા (કલ્યાણપુર તાલુકો)
  • જેઠાભાઈ પુંજાભાઈ છુછર (ભાણવડ તાલુકો)

AAP-કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા હતા

સ્થાનિક ચૂંટણીમાં આ નેતાઓ દ્વારા પક્ષની વિરુદ્ધ જઈને બીજા પક્ષના ઉમેદવારોને મદદ કરવામાં આવી રહી હતી. સસ્પેન્ડ કરાયેલા બહાદુરસિંહ હરિસિંહ વાઢેર જેઓ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમણે આમ આદમી પાર્ટી (AAP) માંથી પોતાનું ફોર્મ ભર્યું હતું.

આ ઉપરાંત નરેન્દ્રસિંહ સજુભા જાડેજા દ્વારા પણ તાલુકા પંચાયતનું ફોર્મ આમ આદમી પાર્ટીમાંથી ભરવામાં આવ્યું હતું. બીજી તરફ, કલ્યાણપુર તાલુકાના વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સોનગરા કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 સમયે પક્ષને નુકસાન પહોંચાડવાની આ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને જ ભારતીય જનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર કાર્યવાહી અને મામલા અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને પણ સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, ટિકિટ ન મળતા નારાજ થયેલા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 17 જેટલા કાર્યકર્તાઓને આગામી 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યકરોએ અન્ય પક્ષમાંથી ટિકિટ હાંસલ કરીને ભાજપના જ ઉમેદવારો સામે ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું હતું. આ સસ્પેન્ડ કરાયેલા 17 સભ્યોમાં મહેસાણા જિલ્લાના 6 અને વડોદરા જિલ્લાના 11 કાર્યકતાઓનો સમાવેશ થાય છે.