Shri Krishna Janmotsav: આજે દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને ગુજરાતમાં પણ જન્માષ્ટમીને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ દ્વારકા, શામળાજી અને ડાકોરમાં મંદિરમાં અને પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે.
આજે ખાસ કરીને મોટાભાગના લોકો દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણની 5251મી જન્મ જયંતીના સાક્ષી બનવા માટે પહોંચી ગયા છે, છેલ્લા ઘણા દિવસોથી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. તેમજ તંત્ર દ્વારા કોઇ અઘટીત ઘટના ન બને તે માટે થઇને તમામ પ્રકાનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો
તેમજ દર્શનાર્થે આવનાર કોઇ ભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે થઇને પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે થઇને મંદિરની બહાર પણ મોટી એલઇડીઓ લગાવવામાં આવી છે.
જગતમંદિર દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા ભાવિકોમાં પણ જબરો થનગનાટ જોવા મળી રહ્યો છે. લોકો પણ વરસતા વરસાદમાં પણ કાનુડાના દર્શન કરવા માટે થઇને આવી રહ્યા છે.
દ્વારકામાં જન્માષ્ટમીનો માહોલ જામતા સમગ્ર નગરી કૃષ્ણમય બની છે. ભગવાનના જન્મોત્સવને ઉજવવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જગત મંદિરમાં આઠમે કાળિયા ઠાકોરને અનુપમ શૃંગાર કરવામાં આવશે. રાત્રે 12 વાગ્યે પરંપરાગત રીતે શ્રીજીનો જન્મોત્સવ ઉજવાશે.
