Dahod News: દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ લીમખેડા ખાતે આવેલી પાણીની ટાંકીની મુલાકાત લઈ નગરમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીએ લીમખેડા નગરમાં પીવાના પાણીની સમસ્યા અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. નગરજનોને વહેલી તકે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે જરૂરી આયોજન કરી તાત્કાલિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
વધુમાં, આર.ઓ. પ્લાન્ટ મારફતે નાગરિકોને શુદ્ધ અને પીવાલાયક પાણી ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સુવિધાઓ ઊભી કરી યોગ્ય વ્યવસ્થા કરવા પણ મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પણ વાંચો
આ પ્રસંગે મંત્રીએ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા સંબંધિત કામગીરીને પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા,પ્રાંત અધિકારી વાઘેલા,ડી.સી.એફ બ્રિજેશ કુમાર ચૌધરી,પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યઓ,સહિત અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
