દાહોદમાં 'કાતિલ' દોરીનો કહેર: ઉત્તરાયણના 10 દિવસ બાદ વેપારીના કપાળના ભાગે 15 ટાંકા આવ્યા

વેપારીએ હાથથી દોરી પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ છટકીને કપાળમાં ઘૂસીને ઊંડો ઘા પાડી દીધો. જેથી વેપારી લોહીલુહાણ હાલતમાં બાઈક પરથી પટકાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Jan 2026 10:10 PM (IST)Updated: Sun, 25 Jan 2026 10:10 PM (IST)
dahod-news-53-year-old-businessman-seriously-injured-by-chinese-string
HIGHLIGHTS
  • ગરબાડા બ્રિજ પર અચાનક પતંગની દોરી આવીને ફસાઈ ગઈ

Dahod: ઉત્તરાયણનો પર્વ પુરો થયાને 10 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, ત્યારે હજુ પણ પતંગની કાતિલ દોરીનો કહેર યથાવજ જોવા મળી રહ્યો છે. જેમાં દાહોદમાં બાઈક પર જઈ રહેલા વેપારીને ધારદાર દોરીથી ઈજા ગંભીર ઈજા પહોંચી છે. હાલ તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દાહોદમાં આવેલી હુસૈની મસ્જિદ નજીક નઝમી મહોલ્લામાં રહેતા મુર્તજા બોરકી (53) સાંગા માર્કેટ સ્થિત પોતાની દુકાને જઈ રહ્યા હતા. જેવું તેમનું બાઈક ગરબાડા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે અચાનક તેમની સામે પતંગની ચાઈનીઝ દોરી આવી ગઈ હતી વેપારીના કપાળના ભાગે ફસાઈ ગઈ હતી.

અચાનક પતંગની દોરી આવી જતાં વેપારીએ સંતુલન ગુમાવતા તેઓ બાઈક પરથી નીચે પટકાયા હતા. જ્યારે દોરી વાગાવાના કારણે તેમને કપાળના ભાગે ઉંડો ઘા પડી ગયો હતો. આ ઘટનાના પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે લોહીલુહાણ હાલતમાં વેપારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમના કપાળના ભાગે 15 ટાંકા લેતા તેમનો જીવ બચી ગયો છે. હાલ વેપારીની હાલત સ્થિર જોવા મળી રહી છે.