Dahod News: ગુજરાતના રાજકારણમાં કંઈક અલગ જ રંગ જોવા મળી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ વચ્ચે ચૂંટણી જીતવા માટે જંગ થવાના બદલે વિરોધી પાર્ટીને જીતાડવા માટે ભાઈચારાના રંગ જોવા મળી રહ્યા છે. દાહોદમાં ખુદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને જીતાડવા માટે અપીલ કરી છે.
દાહોદથી રાજકારણના ખુબ જ આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે ખુદ કોંગ્રેસ અને AAPના નેતાએ ખાટલા મિટિંગ દરમિયાન ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી. દાહોદમાં ઇન્ડીયા ગઠબંધનના પ્રચારમાં આમ આદમી પાર્ટીના લીમખેડા તાલુકા પ્રમુખ ડોક્ટર સચીન રાવત દ્વારા ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને જીતાડવા માટે અપીલ કરવામાં આવી છે. સચીન રાવતે કોંગ્રેસના પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને વિજય બનાવવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો
આમ આદમી પાર્ટીના લીમખેડા તાલુકા પ્રમુખ ડોક્ટર સચીન રાવતે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે હુંકાર કરતા કહ્યું કે, "ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને જંગી બહુમતીથી લીડ આપીને વિજયી કરીશું."
