Dahod News: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થતા જ ચૂંટણીનું રાજકીય પક્ષો પ્રચાર પસાર જોડાઈ ગયા છે. ત્યારે આજરોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બપોરે 3:30 વાગ્યા સુધી રાજસ્થાન બોર્ડર પરથી ગુજરાતના દાહોદ જિલ્લા પ્રવેશ કરશે અને રાહુલ ગાંધી રેલી યોજ્યા બાદ સભાનું સંબોધન કરશે.
કોંગ્રસના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે 7 માર્ચના રોજ બપોરે 3:30 વાગે દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશ કરવાની છે. ગુજરાતમા પ્રવેશ કરી દાહોદના ઝાલોદમાં ઠુંઠી કંકાસીયા ચોક નજીક રાહુલ ગાંધી સભાનું સંબોધન કરી રોડ શો યોજશે. ત્યાર બાદ લીમડી નજીક કંબોઈધામમાં રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરશે. રાત્રી રોકાણ દરમિયાન રાહુલ ગાંધી સંતો મહંતો સાથે ભજન કીર્તન કાર્યક્રમમાં પણ જોડાશે.
આવતી કાલે 8 માર્ચે રાહુલ ગાંધી સવારે 8 વાગે દાહોદ બસસ્ટેન્ડથી સરદાર પટેલ ચોક સુધી પદયાત્રા યોજશે. 10 કલાકે લીમખેડામાં ન્યાય યાત્રાનું સ્વાગત બાદ સભાનું સંબોધન કર્યા બાદ બપોરે રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પંચમહાલ જિલ્લામાં પ્રવેશ કરશે.
કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રાના પગલે છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ દાહોદમાં ધામા નાખ્યા હતા અને તૈયારીઓ હાથ ધરી હતી. ત્યારે હાલ તમામ તૈયારી ઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
