દાહોદ પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત લીધી, ગરબાડામાં નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા

દાહોદના 72 કલાકના પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધાનપુરના રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત લીધી અને ગરબાડામાં જન સુનાવણી કરી લોકોના પ્રશ્નો ઉકેલ્યા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 19 Nov 2026 10:27 PM (IST)Updated: Thu, 19 Nov 2026 10:27 PM (IST)
cm-bhupendra-patel-reviews-dahod-development-visits-ratanmahal

Dahod News: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડાની 72 કલાકની મુલાકાતે છે. પોતાના પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રીએ ધાનપુર તાલુકામાં આવેલા રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.

રતનમહાલમાં વિકાસકામોની સમીક્ષા બેઠક

રતનમહાલ ખાતે વન વિભાગના હોલમાં મુખ્યમંત્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોની પ્રગતિ તથા આગામી આયોજનની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરી હતી.

naidunia_image

ગરબાડામાં જન સુનાવણી: નાગરિકોની રજૂઆતો સાંભળી

ત્યારબાદ મુખ્યમંત્રીએ ગરબાડા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી, જ્યાં 'જન સુનાવણી' કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે માટે તેમણે સ્થાનિક તંત્ર વાહકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

naidunia_image

આદિજાતિ વિસ્તારોમાં પરિવર્તનનો નવો અધ્યાય

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી મૂળભૂત જરૂરિયાતોની સાથે કલ્યાણ યોજનાઓ અને વિકાસ કામોના લાભો સુપેરે પહોંચ્યા છે. આ યોજનાકીય લાભોને કારણે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં મોટું પરિવર્તન આવ્યું છે, જેના પરિણામે છેવાડાના લોકો આજે વિકાસની મુખ્યધારામાં ભળ્યા છે.

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ

મુખ્યમંત્રીના આ પ્રવાસ દરમિયાન તેમના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, પ્રભારી સચિવ વિજય ખરાડી, દાહોદ જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.