ઉપરવાસમાં ભારે વરસાદથી છોટાઉદેપુરના જળાશયો છલકાયા: સુખી અને રામી ડેમમાં પાણીની વિપુલ આવકથી ખેડૂતોમાં હરખની હેલી

છોટાઉદેપુરમાં ઉપરવાસના ભારે વરસાદથી સુખી અને રામી ડેમમાં પાણીની વિપુલ આવક થઈ છે. સુખી ડેમ 85.87% અને રામી ડેમ 99.06% ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 13 Sep 2026 03:56 PM (IST)Updated: Sun, 13 Sep 2026 03:56 PM (IST)
chhota-udepur-news-sukhi-dam-rami-dam-heavy-rain-water-inflow-farmers

Chhota udepur News: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે છોટા ઉદેપુર જિલ્લાના સ્થાનિક જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લાની બે મુખ્ય ડેમો સુખી ડેમ અને રામી ડેમના જળસ્તરમાં વધારો થતાં છોટાઉદેપુરના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

સુખી ડેમના જળ સ્તરમાં વધારો

જિલ્લાની જીવાદોરી ગણાતા પાવીજેતપુરના સુખી ડેમની જળસપાટી વધીને 85.87 ટકાએ પહોંચી છે. હાલની ડેમની વર્તમાન સ્થિતિ 146.79 મીટર અને લાઈવ સ્ટોરેજ 138.782 એમસીએમ છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લીધે પાણીની આવકના લીધે રુલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા અગાઉ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.

રામી ડેમ ઓવરફ્લો થવાના આરે

કવાંટ તાલુકામાં આવેલો રામી ડેમ 99.06 ટકા સુધી ભરાઈ ગયો છે. હાલ ડેમનું જળસ્તર 196.30 મીટરે નોંધાયું છે. જળ સ્તર ડેમની પૂર્ણ ક્ષમતાની અત્યંત નજીક છે. ડેમમાં દાલ 4.4475 એમસીએમ લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ હોવાથી તંત્ર દ્વારા એલર્ટ જારી કરી કરવામા આવ્યું છે. લોકોને ડેમની નજીક ન જવા ખાસ અપીલ કરવામાં આવી છે.

ખરીફ અને રવિ પાકને નવજીવન

ડેમમાં પૂરતા પ્રમાણમા પાણીના સંગ્રહને લીધે ખેતી ક્ષેત્રે મોટો ફાયદો થયો છે. મકાઈ, તુવેર અન સોયાબીન જેવા મુખ્ય અને મહત્વના પાકોને નવજીવન મળ્યું છે. ડેમમાં થયેલા સતત જળ વધારાને લીધે વિસ્તારના ભૂગર્ભ જળનો સ્ત્રોત ઉંચો આવતાં કૂવા અને બોરવેલમાં પાણીનું સ્તર વધી જશે, તેમજ રવિ અને ઉનાળુ પાકોને પણ સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થતાં સિંચાઈનું સંકટ ટળી ગયું છે.