Chhota Udepur News: નસવાડી તાલુકાના આદિવાસીઓને અંદરો અંદર લડાવી રોટલા શેકતા પરપ્રાંતીયોને ડેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે આદીવાસી જાગશે તો તમારે યુપી બિહાર ભાગવું પડશે. ડુંગર વિસ્તારમાં પર પ્રાંતીયોનો ત્રાસ વધતા ચૈતર વસાવાએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
નસવાડી તાલુકાના તણખલા ગામે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ચૈતર વસાવાએ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી અંદરો અંદર લડાઈ ઝગડા કરાવી ફૂટ પડાવી દુશ્મની કરાવી અને ત્યાંજ રહીને આદિવાસી ઓની રાજકીય આગેવાની કરી પોતાના ઘરનાં રોટલા શેકતા પરપ્રાંતીઓને આડે હાથે લીધા હતા. જેમાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય નેતા આદીવાસી ઓને લડાવાનું બંધ કરવા તીખા શબ્દોમાં કહ્યું નહી તો જે દિવસ આદિવાસી જાગશે તે દિવસ તમને પાછા યુપી બિહાર મોકલી દેશું
ડુંગર વિસ્તારમાં રહી બે નંબરનો કાળો કારોબાર કરે છે અને નેતાનો વેશ ધારણ કરનાર સામે ચૈતર વસાવાએ લાલ આંખ કરી હતી. ચૈતર વસાવાને આદિવાસી યુવાનોએ આદિવાસી રીત રિવાજ પ્રમાણે ઢોલ નગારા સાથે ખભા પર બેસાડીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી નસવાડી પંથકમાં પર પ્રાંતિયોએ ધંધા-રોજગારના નામે તંબુ તાણ્યા છે અને આદિવીઓને અંદર અંદર લડાવી પોતાનો રોટલો શેકી રહ્યા છે. જેની સામે ચૈતર વસાવાએ લાલઆંખ કરતા આદિવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.
