Shree Hanumant Charitra Katha – New Jersey Day 3: ભરોસો કોને કહેવાય, એક ફ્લાઈટમાં થયેલી દુર્ઘટનાની વાત કરીને હરિપ્રકાશ સ્વામીએ કહ્યું

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 30 Jul 2024 04:46 PM (IST)Updated: Tue, 30 Jul 2024 04:46 PM (IST)
shree-hanumant-charitra-katha-day-3-by-hariprakash-swami-at-new-jersey-america

Shree Hanumant Charitra Katha - New Jersey Day 2: સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દેશ-વિદેશમાં દાદાનો મહિમા પ્રસરાવી રહ્યા છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં ગઈકાલથી ત્રણ દિવસ શ્રીહનુમાન ચરિત્ર કથાનું યોજાઈ રહી છે. જેમાં કથાના અંતિમ અને ત્રીજા દિવસે વક્તા હરિપ્રકાશ સ્વામીએ દાદાના ભક્તોને કથાનું રસપાન કરાવતા એક દૃષ્ટાંત સાથે સમજાવ્યું કે, ભરોસો કોને કહેવાય.

ભરોસો કોને કહેવાય એની એક વાત કરું. અમેરિકા એક ફ્લાઈટ જતી હતી. જેમાં બધા મસ્તીથી આનંદથી કોઈ વાંચતા હતા, કોઈ ખાતા હતા. બહુ સ્પીડમાં પ્લેન જતું હતું અને અચાનક વાવાઝોડું શરૂ થયું. પ્લેનમાં સારા સારા લોકો બેઠા હતા. તેમાં એક 8થી 10 વર્ષની નાની દીકરી મસ્તીથી આનંદપૂર્વક હસતાં-હસતાં નોવેલ વાંચતી હતી. એવામાં એર હોસ્ટેસે કહ્યું, સીટ બેલ્ટ બાંધી લેજો હવે કંઈ નક્કી નથી. પ્લેન હવામાં હાલક ડોલક થવા લાગ્યુંને, ધ્રુજારી આવવા લાગી અને પ્લેમનમાં રોદા આવવા લાગ્યા.

પરિસ્થિતિ બેકાબૂ બનતા લોકો દેકારો કરવા લાગ્યા એવામાં એક વડીલ કાકા પેલી દીકરીને જોયા કરે બધા લોકોના મોઢા પડી ગયા હતા. કેટલાય રોવા લાગ્યાને કેટલાય લોકોએ તો હનુમાન ચાલીસાનું રટણ ચાલું કરી દીધું, કેટલાકે હૈ ભગવાન બચાવજો,હૈ હનુમાનજી મહારાજ બચાવજો, હૈ માતાજી બચાવજો, પરંતુ પેલી દીકરીના વર્તન, હાવભાવમાં કોઈ ફેરફાર ન થયો હતો. આ જોય ને કાકાને આશ્ચર્ય થવા લાગ્યું, છેલ્લે તો પાયલોટે એલાઉન્સ કરીને કહ્યું કે, બોવ સાવધાની રાખવાની છે હવે તો આપણે ભગવાનના ભરોસે છીએ બધા, અને પાયલોટે પોતાની ચતુરાઈથી, મહેનતથી, કોઈ પણ એરપોર્ટ પ્લેન સુરક્ષિત લેન્ડીંગ કર્યું હતું.

અંતે બધા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તાલીનો ગળગળાટ કરી મૂક્યો અને વાહ વાહ કહેવા લાગ્યા પરંતુ પેલી દીકરી તેની મસ્તીમાં જ મશગૂલ હતી એટલે પેલા કાકાથી નો રહેવાયું એટલે કાકાએ પેલી દીકરીને પૂછ્યું બેટા પ્લેનમાં શું થયું તને ખબર છે? ત્યારે દીકરીએ જવાબ આપ્યો કે બધી ખબર છે. અમે બધા દુખી હતા તો તને કોઈ અસર નો થઈ?, તો કે ના. ત્યાર બાદ કાકાએ ફરી કહ્યું કે, તેને શું મરવાની બીક નથી? ત્યારે દીકરીએ કહ્યું બીક તો છે. તો કાકા કહે તને દુખ કેમ ન થયું? તને ઉપાદી કેમ ન થઈ? તો કે નો થાય કારણ કે જે પ્લેન ચલાવતા હતા એ મારા પપ્પા હતા. દીકરીએ વધુ વાત કરતા જણાવ્યું કે, હું મારા પપ્પાની એકની એક દીકરી છું અને મારા પપ્પા તેના જીવ કરતા વધારે મને પ્રેમ કરે છે. તેથી મને વિશ્વાસ હતો કે કઈ પણ થશે પરંતુ પોતાની દીકરીને મરવા નહીં દે.