સાળંગપુરધામમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી: કષ્ટભંજનદેવને રિયલ ડાયમંડનો મુકુટ, નાળિયેરીના પાનનો દિવ્ય શણગાર

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે રક્ષાબંધન નિમિત્તે રિયલ ડાયમંડનો મુકુટ અને નાળિયેરીના પાનનો ભવ્ય શણગાર કરાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 28 Aug 2026 02:57 PM (IST)Updated: Fri, 28 Aug 2026 02:57 PM (IST)
salangpur-hanumanji-real-diamond-crown-raksha-bandhan-shravan-purnima-2026

Raksha Bandhan 2026: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર નાળિયેરી પૂનમ -રક્ષાબંધન પર્વ નિમિત્તે તારીખ:28-08-2026 શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ દાદાને રિયલ ડાયમંડનો મુકુટ અને હનુમાનજીના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કર્યો છે.

સાળંગપુર ધામે રક્ષાબંધનની ઉજવણી

સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારીસ્વામી સવારે 07:00 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી. પૌરાણિક કથા અનુસાર, લક્ષ્મીજીએ દાનવીર રાજા બલીને રક્ષાસૂત્ર બાંધીને પોતાના ભાઈ બનાવ્યા હતા, ત્યારથી શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઉજવવાની પરંપરા ચાલી આવે છે. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કર્યો છે. બાજુમાં બે બતકની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

શ્રાવણ માસમાં અનેક કાર્યક્રમોની ઉજવણી

સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારુતિ યજ્ઞ, દર રવિવારે સાંજે 4:45 કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર,શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ આદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મંગળવારે સુંદરકાંડ પાઠનું આયોજનય યોજાશે

સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારુતિનું સવારે 7:00 થી સાંજે 6:00 કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણમાં દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 04:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિરમાં વિશેષ રાસગરબાનું આયોજન

મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.04 સપ્ટેમ્બર 2026ના રોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવશે.

સંપૂર્ણ પવિત્ર શ્રાવણ દરમિયાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનો પરિવાર સાથે પધારવા અને દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા ભકતોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.