Salangpur Hanumanji: શ્રાવણ મહિનાના બીજા શનિવારે દાદાના સિંહાસને 500 કિલો ડ્રાયફ્રુટનો શણગાર, હનુમાનજીને શિવજીની થીમવાળા વાઘા પહેરાવાયા

આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીજી દ્વારા તથા સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 02 Aug 2025 09:03 AM (IST)Updated: Sat, 02 Aug 2025 09:10 AM (IST)
salangpur-hanumanji-adorned-in-shiva-themed-wagha-500-kg-dry-fruits-used-for-throne-decoration
HIGHLIGHTS
  • શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે એક હરિભક્તે બનાવેલા ડ્રાયફ્રુટના વાઘા પહેરાવ્યા છે.
  • દાદાના સિંહાસને પણ 500 કિલોથી વધુ ડ્રાયફ્રુટનો શણગાર કરાયો છે.

Salangpur Hanumanji: શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 02-08-2025ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય શિવસ્વરૂપના વાઘા પહેરાવાયા છે અને સિંહાસને વિશેષ બદામ,કાજુ,એલચી વિગેરે વિવિધ ડ્રાયફ્રુટનો શણગાર કરાયો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીજી દ્વારા તથા સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 11:15 કલાકે ડ્રાયફ્રુટનો અન્નકૂટ ધરાવાયો હતો. આ અનેરા દર્શનનૉ લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

હનુમાનજીને આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, પવિત્ર શ્રાવણ મહિનાના બીજા શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે એક હરિભક્તે બનાવેલા ડ્રાયફ્રુટના વાઘા પહેરાવ્યા છે. જેમાં દેવાધિદેવ મહાદેવની થીમની ડિઝાઈન છે. તો દાદાના સિંહાસને પણ 500 કિલોથી વધુ ડ્રાયફ્રુટનો શણગાર કરાયો છે. આ સાથે દાદાને આજે ડ્રાયફ્રુટનો શણગાર પણ કરવામાં આવ્યો છે. આ ડ્રાયફ્રુટ અમદાવાદથી મંગાવ્યા છે.

સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તારીખ 25-07-2025થી તારીખ 28-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ - સવારે - સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ - ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રીકૃષ્ણ જન્મોત્સવ - દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર - શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર શનિવારે ષોડશોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 06:00 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું તા.16 ઓગસ્ટ 2025નારોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે શ્રીનિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે 7થી સાંજે 6 દરમિયાન કરવામાં આવશે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. નારાયણમુની સ્વામી દ્વારા દિવ્ય કથાનું રસપાન કરવાશે. જેનો સમય દરરોજ સાંજે 4થી 6:30 કલાકનો રહેશે. શ્રાવણ માસ દરમિયાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનો પરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.