Ahmedabad to Sarangpur Trains: અમદાવાદથી સાળંગપુર ટ્રેનમાં જવાનો પ્લાન છે, આ રહ્યા બેસ્ટ ઓપ્શન

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Tue 30 Apr 2024 01:07 PM (IST)Updated: Thu 02 May 2024 10:23 AM (IST)
for-traveling-from-ahmedabad-to-sarangpur-by-train-here-are-the-top-options-322185

Ahmedabad To Sarangpur Trains Time Table: ગુજરાતમાં આજે સાળંગપુર મોટું પ્રવાસન સ્થળ બની રહ્યું છે. રોજ હજારો લોકો અહીં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે જો તમે પણ સાળંગપુર જવાનું વિચારી રહ્યા છો તો ટ્રેનમાં કયા ઓપ્શન બેટ્સ છે તે અમે આજે આ સ્ટોરીમાં જણાવીશું. જો તમે ગ્રુપમાં જઈ રહ્યા છો તો ટ્રેન પસંદ કરો તેમાય સાંજની 4.53ની ટ્રેન પસંદ કરો. સાળંગપુરમાં રાત્રી રોકાણ કરી સવારે મંગળા આરતીનો લાવો લેવાની મજા આવશે અને આખો દિવસ આસપાસના સ્થળોએ ફરવા પણ મળશે. સાળંગપુરમાં રાત્રી રોકાણની સુંદર અને સસ્તામાં વ્યવસ્થા છે.

સાળંગપુરથી નજીકનું રેલવે સ્ટેશન બોટાદ છે. બોટાદથી સાળંગપુર પહોંચવા માટે રીક્ષાની સરસ વ્યવસ્થા છે જે તમે સ્ટેશનની બહાર નિકળો એટલે તરત જ તમે આ રીક્ષા મળી જાય છે. અહીંથી સાળંગપુર 11 કિમી છે, રીક્ષા તમને 18 મિનિટમાં મંદિર પહોંચાડી દેશે. તો રાહ કોની જુઓ છો બનાવો સુંદર પ્લાન.

સામાન્ય રીતે ટ્રેનના ભાડાની વાત કરીએ તો અમદાવાદથી બોટાદનું ભાડું સિટિંગમાં 95 રૂપિયા, સ્લિપરમાં 175થી 195 રુપિયા, એસી ચેરમાં 315 રૂપિયા, થ્રી ટાયર એસીનું ભાડું 555 રૂપિયા છે, ટૂ ટાયર એસીનું ભાડું 760 રૂપિયા, એસી ફર્સ્ટ ક્લાસનું ભાડું 1255 રુપિયા છે.

અમદાવાદથી બોટાદ કઈ ટ્રેન કેટલા વાગ્યે જાય છે

1). 09573-GANDHIGRAM-BOTAD PASS : બોટાદ જવા માટે સવારે 7.09 મિનિટે વસ્ત્રાપુર અને 7.19 વાગ્યે સરખેજથી આ ટ્રેન ઉપડે છે. જે બોટાદ સવારના 11.20 વાગ્યે પહોંચાડે છે.

2). 19203-BDTS VRL EXP ટ્રેન અમદાવાદના કાલુપુર સ્ટેશનથી વહેલી સવારના 3.05 વાગ્યે ઉપડે છે જે બોટાદ સવારે 6.40 વાગ્યે પહોંચાડે છે.

3). 12942-PARASNATH EXP, ટ્રેન અમદાવાદના કાલુપુર સ્ટેશનથી વહેલી સવારના 3.30 વાગ્યે ઉપડે છે જે બોટાદ સવારે 7 વાગ્યે પહોંચાડે છે.

4). 12755-COA BVC SF EXP આ ટ્રેન અમદાવાદના મણીનગર સ્ટેશન પર બપોરના એક વાગ્યે આવે છે. કાલુપુર સ્ટેશન પર બપોરના 1.15 વાગ્યે આવે છે. જે બોટાદ સાડા ચાર વાગ્યે પહોંચાડે છે.

5). 09207-BDTS BVC SPL Train અમદાવાદના કાલુપુર સ્ટેશન પર સાંજના 6.10 વાગ્યે ઉપડે છે જે બોટાદ પોણા 10 વાગ્યે પહોંચાડે છે.

6). 19108-BHAVNAGAR EXP આ ટ્રેન અમદાવાદના આંબલી સ્ટેશન પર સવારે 4.10 વાગ્યે આવે છે જે બોટાદ સવારે 7.10 વાગ્યે પહોંચાડે છે.

7). 19259-KCVL BVC EXPRES Train જે સવારે 06.40 વાગ્યે અમદાવાદ કાલુપુરથી ઉપડે છે બોટાદ 10.04 વાગ્યે પહોંચે છે.

8). 12946-BSBS VRL SF EXP Train અમદાવાદના કાલુપુરથી સવારના 09.05 વાગ્યે ઉપડે છે જે બોટાદ સવા વાગ્યે પહોંચે છે.

9). 20965- BVC INTERCITY આ ટ્રેન સરખેજથી સાંજે 4.53 વાગ્યે ઉપડે છે. જે સાંજે 7 વાગ્યે બોટાદ પહોંચાડે છે.