Kutch: ગરબામાંથી પરત ફરતી યુવતી પર દુષ્કર્મ, પોલીસે નરાધમ કારખાનેદારને ગણતરીના કલાકમાં ઝડપ્યો

પાણી પીવા કારખાનામાં આવેલી યુવતીને જોઈને દાનત બગડી, રૂમ બંધ કરીને બળજબરીથી સબંધ બાંધ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 09 Oct 2024 11:22 PM (IST)Updated: Wed, 09 Oct 2024 11:22 PM (IST)
kutch-news-rape-accused-held-by-rapar-police

Kutch: કચ્છ જિલ્લાના રાપુર તાલુકાના આડેસરમાં ગરબામાંથી પરત ફરતી યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી કારખાનેદારને ઝડપી પાડ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 18 વર્ષીય યુવતી તેની માતા સાથે આડેસરમાં આવેલ પેટ્રોલ પંપ નજીક આયોજિત ગરબા જોવા ગઈ હતી. જ્યાંથી રાતે સાડા 12 કલાકે તેની માતા ઘરે પરત ફરી હતી, જ્યારે યુવતી ગરબા જોવા રોકાઈ ગઈ હતી. જો કે અડધા કલાક બાદ યુવતી ઘર તરફ જઈ રહી હતી, ત્યારે પેવર બ્લોકના કારખાના નજીક ચક્કર આવતા તે કપચીના ઢગલા પર બેસી ગઈ હતી.

આ સમયે કારખાનામાં કામ કરતો સંજય નામનો યુવક તેની મદદ માટે આગળ આવ્યો હતો. સંજય યુવતીને કારખાનાની રૂમમાં પાણી પીવડાવવા લઈ ગયો હતો. જ્યાં અચાનક કારખાનાનો માલિક પ્રવિણ ગોયલ અન્ય ભરત નામના યુવક સાથે આવ્યો હતો.

પ્રવિણે સંજય અને ભરતને બહાર કાઢીને રૂમનો દરવાજો બંધ કરીને તેના પર દુષ્કર્મ આચર્યું હતુ. આ ઘટનાને પગલે પીડિત યુવતીએ ઘરે આવીને માતાને વાત કરી હતી. જેથી બીજા દિવસે પ્રવિણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.