Raksha Bandhan 2025: ગીતાબેન રબારીએ BSFના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી, કહ્યું- 'દેશની રક્ષા કરતાં જવાનો આપણા સાચા ભાઈઓ'

જ્યારે આપણા દેશ પર કોઈ સંકટ આવે, ત્યારે સેનાના જવાનો રૂપી આજ આપણા ભાઈઓ સૌથી પહેલા આગળ આવે છે અને આપણી રક્ષા કરે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 Aug 2025 10:10 PM (IST)Updated: Sat, 09 Aug 2025 10:10 PM (IST)
kutch-news-gujarati-singer-geetaben-rabari-celebrate-raksha-bandhan-with-bsf-jawan
HIGHLIGHTS
  • ગીતાબેન રબારીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી
  • લોકગાયિકાએ કચ્છના સાંસદ વિનોદ ચાવડાને પણ રાખડી બાંધી

Raksha Bandhan 2025: આજે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉમંગભેર ભાઈ-બહેનના પ્રતિક સમા રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે જાણીતા લોકગાયિકા અને 'કચ્છી કોયલ' તરીકે લોકપ્રિય ગીતાબેન રબારીએ કચ્છ સરહદ પર તૈનાત દેશના જવાનોને રક્ષારૂપી રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.

આ તકે ગીતાબેન રબારીએ જણાવ્યું કે, ભાઈ-બહેનના પ્રેમનો રક્ષાબંધનનો પર્વ મારો પ્રિય તહેવાર છે. ઘરે તો આપણો ભાઈ આપણી તેમજ આપણા પરિવારની રક્ષા કરે છે. જો કે સેનાના જવાનો આપણા સાચા ભાઈઓ છે. જે આપણા દેશ પર કોઈ સંકટ આવે, તો સૌથી પહેલા આપણા આજ ભાઈઓ આપણી રક્ષા કરતા હોય છે.

ગીતાબેન રબારીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરીને પોસ્ટમાં લખ્યું છે કે, આજે રક્ષાબંધનના પવિત્ર પર્વ પર આપણા દેશની અને દેશની બહેનોની રક્ષા કરે છે, તેવા સેનાના જવાનોને રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય અને રક્ષા માટે ભગવાનને પાર્થના કરી.

naidunia_image

જણાવી દઈએ કે, ગીતાબેન રબારી છેલ્લા ઘણાં વર્ષોથી રક્ષાબંધનનો પર્વ પોતાના પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતાં BSFના જવાનો સાથે ઉજવે છે. આજે પણ ગીતા રબારીએ BSFના જવાનોને રાખડી બાંધીને મીઠાઈ ખવડાવી તેમનું મોં મીઠું કરાવ્યું હતુ.

naidunia_image

આ સાથે જ દર વર્ષની જેમ લોકગાયિકા ગીતાબેન રબારીએ ભાજપ નેતા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભુજ સ્થિત ઘરે પહોંચીને તેમને રાખડી બાંધી હતી.