Kutch News: ગાંધીધામમાં દબાણ હટાવ્યા બાદ 300 પરિવારો ઘરવિહોણા, ન્યાય માટે ભુજ કલેક્ટર કચેરીએ કર્યા ધરણાં, અબડાસાથી સમર્થન

કચ્છના ગાંધીધામમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ 300 ગરીબ પરિવારો ઘરવિહોણા બન્યા છે. ન્યાય અને પુનર્વસનની માંગ સાથે અસરગ્રસ્તો ભુજ કલેક્ટર કચેરીએ ધરણાં પર બેઠા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 10 Sep 2026 02:16 PM (IST)Updated: Thu, 10 Sep 2026 02:16 PM (IST)
kutch-gandhidham-demolition-300-families-homeless-protest-at-bhuj-collector-office

Kutch News: કચ્છ જિલ્લાના ગાંધીધામમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ ઘરવિહોણા બનેલા આશરે 300 જેટલા ગરીબ પરિવારો ન્યાય અને પુનર્વસનની માંગ સાથે હવે ભુજ કલેક્ટર કચેરીએ ધરણાં પર બેઠા છે, ગાંધીધામ મહાનગરપાલિકા સામે લાંબા સમયથી આંદોલન કર્યા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા અસરગ્રસ્તોએ જિલ્લા મથકે લડત લંબાવી દીધી છે

બહુજન આર્મીના નેજા હેઠળ ન્યાયિક લડત

300 જેટલા ઘર વિહોણા ગરીબ પરિવારોના અધિકાર માટે બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઇ ધુવા દ્વારા આંદોલન અને ન્યાયિક લડત ચલાવવામાં આવી રહી છે. અચાનક ગરીબોના ઘરો તોડી પાડવામાં આવતાં ઘણા ખરા પરિવારો રોડ પર આવી ગયા છે. જેને પગલે સ્થાનિક કક્ષાએ ભારે અસંતોષની લાગણી જોવા મળી છે.

અબડાસા મામલતદારને આવેદન

આ માનવતાવાદી મુદ્દા પર અબડાસા તાલુકાના સામાજિક આગેવાનોએ પીડિત પરિવારોના ન્યાયસંગત હક માટે પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. આગેવાનોએ અબડાસા મામલતદારને આવેદનપત્ર સોંપીને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કરવાની માંગ રાખી છે.

આવેદનપત્રમાં ઉલ્લેખિત માંગણીઓ

સામાજિક આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં ઘરવિહોણા બનેલા પરિવારો માટે તાત્કાલિક વૈકલ્પિક રહેણાંક અથવા જમીન ફાળવણીની માંગ, અસરગ્રસ્તોને નિષ્પક્ષ સર્વે કરી પાત્રતા ધરાવતા પરિવારોને સરકારી આવાસ કે પુનર્વસન હેઠળ આવરી લેવાની માંગ કરાઈ