Kutch Desert: ગુજરાતનું રણ બનશે સોલાર અને વિન્ડ એનર્જીનું સુપર પાવર, ખેડૂતોને અઢળક લાભ થશે

થર્મલ પાવરથી ઉત્પન્ન થતી વીજળી મોંઘી હોવા સાથે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જેના પરિણામે આબોહવા ડહોળાય છે અને પૂર,વાવાઝોડા,માવઠા જેવા ઘા સહન કરવાના થાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 23 Jan 2026 12:01 AM (IST)Updated: Fri, 23 Jan 2026 12:01 AM (IST)
kutch-desert-the-new-epicenter-of-indias-green-energy-revolution
HIGHLIGHTS
  • સૌર અને પવન ઊર્જા પર્યાવરણ મિત્ર છે. ઓછી ખર્ચાળ અને લાંબા ગાળે ટકાઉ વિકાસની ખાતરી

Kutch Desert: કચ્છનું રણ એક સમય સુધી સૂકાપણું, તંગી અને પછાતપણાનું પ્રતીક માનવામાં આવતું હતું, પરંતુ આજે સમય બદલાઈ રહ્યો છે. આજે એ જ કચ્છનું રણ ભારતની સોલર અને પવન ઊર્જા ક્રાંતિનું મુખ્યમથક બની રહ્યું છે.

સરકાર અને ખાનગી કંપનીઓની ભાગીદારીથી અહીંથી ઉત્પન્ન થતી ઊર્જા માત્ર કચ્છ કે ગુજરાત પૂરતી સીમિત નહીં રહે પરંતુ સમગ્ર દેશના વિકાસને વેગવાન બનાવશે. તમામ સરકારી નીતિ નિયમોના પાલન સાથે કચ્છમાં સોલર પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે અને દેશના વિવિધ સ્થળો સુધી વીજળી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન લાઈન નાખવાની કામગીરી અવિરત ચાલી રહી છે, પણ કેટલાક લોકો ખેડૂતોને ઉશ્કેરી કામમાં વિક્ષેપ પાડવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે.

થર્મલ પાવરથી ઉત્પન્ન થતી વીજળી મોંઘી હોવા સાથે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જેના પરિણામે આબોહવા ડહોળાય છે અને પૂર,વાવાઝોડા,માવઠા જેવા ઘા સહન કરવાના થાય છે.

જો કે સૌર અને પવન ઊર્જા પર્યાવરણમિત્ર છે. ઓછી ખર્ચાળ અને લાંબા ગાળે ટકાઉ વિકાસની ખાતરી આપે છે. આમ તો ટ્રાન્સમિશન લાઈનો અમુક ખેડૂત કે સરકારી જમીનમાંથી પસાર થાય છે, પણ તેનો લાભ સમગ્ર સમાજ અને સમગ્ર દેશને મળે છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ જમીનનું વળતર પણ આપવામાં આવે છે.

આ પ્રકારના લોકોપયોગી પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થાય તે માટે સહયોગ જરૂરી છે. આ વીજળી સીધી સરકારના વીજ ગ્રીડ સુધી પહોંચશે અને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના મારા, તમારા ઉપયોગમાં આવશે..આ ઊર્જા માત્ર ઉદ્યોગોને ફાયદો પહોંચાડે છે એવું નથી પરંતુ ખેડૂતો,ગ્રામ્ય વિસ્તારો અને સામાન્ય નાગરિકોને તેનો સીધો લાભ મળશે.

કચ્છમાં ઉદ્યોગીકરણ વધવાથી સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં નવા ધંધા-રોજગારની તકો સર્જાઈ છે..ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં વીજ પુરવઠાની સ્થિતિમાં ઐતિહાસિક સુધારો થશે

એક સમય હતો જ્યારે ‘જ્યોતિગ્રામ યોજના’ દ્વારા ગ્રામ્ય ગુજરાતના અંધારા દૂર થયા હતા. આજે એ જ સરકાર ઉદ્યોગો સાથે મળીને ખેડૂતોને ઊર્જાવાન બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.