Cyclone Biporjoy: વાવાઝોડાં બાદ માંડવીની એક સોસાયટી પાણીમાં ગરકાવ, NDRFની ટીમે બાળકો અને વૃદ્ધોનું કર્યું રેસ્ક્યૂ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 16 Jun 2023 12:35 PM (IST)Updated: Fri, 16 Jun 2023 12:44 PM (IST)
cyclone-biporjoy-latest-update-ndrf-team-rescues-children-and-elderly-after-storm-floods-mandvi-society

Cyclone Biporjoy Latest Update: બિપોરજોય વાવાઝોડાંને લીધે કચ્છમાં ભારે તારાજી સર્જાઈ છે. અતિશય વરસાદને લીધે અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. હજારો વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. ત્યારે NDRFની ટિમ દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

કચ્છના માંડવી (Mandvi) તાલુકામાં એક સોસાયટીમાં પાણી ભરાઈ જવાથી એક મકાનમાં 5થી 6 લોકો ફસાયા હતા. બાળકો અને વૃદ્ધો જ્યાં ફસાયા હતા. તેમને બહાર કાઢવા માટે NDRFની ટિમ પહોંચી હતી. જેમાં તેમણે બાળકોને ખભે બેસાડીને કમર સુધીના પાણીમાંથી રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા હતા.

ભારેથી અતિભારે વરસાદના કારણે કચ્છ અને પોરબંદરના કેટલાક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કિસ્સા પણ સામે આવ્યા છે. કચ્છના કેટલાક ગામોમાં છેલ્લા 10 કલાકથી વીજળી ગુલ થઈ ગઈ છે. ત્યારે NDRF દ્વારા સતત રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે.