Ahmedabad Bhuj Vande Bharat Metro Train: દેશને પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન મળવા જઈ રહી છે. જે ગુજરાતના ભૂજથી અમદાવાદ સુધી ચાલશે. રેલવે વિભાગ દ્વારા તેનું ટાઈમ ટેબલ અને ભાડું નક્કી કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસના એક દિવસ પહેલા 16 સપ્ટેમ્બરથી આ ટ્રેન ચલાવવામાં આવશે.
કિલોમીટર પ્રમાણે આટલા ચુકવવા પડશે
રેલવે વિભાગે આપેલી જાણકારી પ્રમાણે 1 કિલોમીટરના 1 રુપિયા અને 20 પૈસા નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે જો તમે 100 કિલોમીટરની મુસાફરી કરો છો તો 120 રુપિયા ચુકવવા પડશે. ટ્રેનની સૌથી ઓછી ટિકિટ 30 રુપિયાની હશે. જેના પર જીએસટી પણ લાગશે.
દિલ્હી મેટ્રોથી કઈ રીતે અલગ છે ?
ભૂજ અમદાવાદ વંદે ભારત ટ્રેન દિલ્હી મેટ્રોથી અનેક બાબતોમાં આગળ છે. જેમ કે વંદે ભારત મેટ્રોની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક છે જ્યારે દિલ્હી મેટ્રોની તેની વધુમાં વધુ સ્પીડ 80 કિલોમીટરની હોય છે. ઉપરાંત દિલ્હી મેટ્રોની 59 કિલોમીટરની પિંક લાઈન સૌથી મોટી લાઈન છે. જ્યારે વંદે ભારત મેટ્રો ટ્રેન 358 કિલોમીટર સુધી દોડશે. દિલ્હી મેટ્રોની ભાડુ ઓછામાં ઓછું 10 રુપિયા અને વધારેમાં વધારે 60 રુપિયા છે.
શું રહેશે સમય
વંદે ભારત મેટ્રો ટ્રેન ભુજથી વહેલી સવારે 5:05 કલાકે ઉપડશે અને સવારે 10:50 કલાકે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી સાંજે 5:30 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:10 વાગ્યે ભુજ પહોંચશે. 9 સ્ટેશનો પર ઉભી રહેશે. દરેક સ્ટેશન પર આ ટ્રેનનું સ્ટોપેજ સરેરાશ 2 મિનિટનું હશે. 5 કલાક 45 મિનિટમાં 358 કિલોમીટરનું અંતર કાપશે.