Bhuj News: કંડલા પોર્ટ વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ, 350થી વધુ ઝૂંપડા હટાવાશે

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 05 Sep 2024 12:22 PM (IST)Updated: Thu, 05 Sep 2024 12:22 PM (IST)
bhuj-news-encroachment-relief-operation-started-in-kandla-port-creek-area

Bhuj News: દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં કરવામાં આવેલા દબાણો સામે ફરી એકવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કચ્છમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી આજથી હાથ ધરવામાં આવી રહી છે. કંડલા પોર્ટ ક્રીક વિસ્તારમાં જે ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા છે. તેની સામે તંત્રએ લાલ આંખ કરી છે અને આજે વહેલી સવારથી આ દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે.

આજે વહેલી સવારથી કંડલા પોર્ટની આસપાસ આવેલા બન્ના વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઇપણ પ્રકારના ઘર્ષણની સ્થિતિ ઉત્પન્ન ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. અંદાજે 200 જેટલા પોલીસ જવાન,CISF જવાનોને દબાણ હટાવવાની કામગીરી વખતે સાથે રાખવામાં આવ્યા છે.

naidunia_image

પોર્ટ એરિયાની આસપાસના વિસ્તારમાં ખડકી દેવામાં આવેલા ઝૂંપડાઓને દૂર કરવામાં આવી રહ્યાં છે. પોર્ટની આસપાસ અંદાજે 350થી વધુ ઝૂંપડા ઉભા કરવામાં આવ્યા છે. જેને આજે શરૂ કરવામાં આવેલી દબાણ હટાવ કામગીરી દરમિયાન દૂર કરવામાં આવશે.