સુરતમાં ખાડી પૂરનું કાયમી નિવારણ લવાશેઃ 13 કિ.મી. સુધી મીઠી ખાડી 3થી 4 ફૂટ ઊંડી કરાશે, નડતરરૂપ દબાણો હટાવાશે

રૂ. 500 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા આ માસ્ટર પ્લાનની સમીક્ષા કરવા માટે આગામી રવિવારે સિંચાઈ મંત્રી ઈશ્વર પટેલની હાજરીમાં ખાડી વિસ્તારની સ્થળ મુલાકાત યોજાશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 15 Oct 2026 04:04 PM (IST)Updated: Thu, 15 Oct 2026 04:04 PM (IST)
surat-news-mithi-khadi-to-be-deepened-by-3-to-4-feet-to-help-reduce-flooding

Surat News: સુરતમાં ચોમાસા દરમિયાન ખાડી પૂરની ગંભીર સમસ્યાના કારણે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. આ વર્ષે 2026માં ત્રણ વખત ખાડીપુર આવ્યું હતું. દરમ્યાન ખાડી પૂરની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. મીઠી ખાડીમાં 13 કિલોમીટર સુધી ત્રણથી ચાર ફૂટ ઊંડાઈ વધારવા માટે 22 કરોડ રૂપિયાના ખર્ચનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મીઠી અને ભેદવાડ ખાડીના જે વિસ્તારોમાં પ્રવાહ સાંકડો થયો છે ત્યાં દબાણો દૂર કરવાની પણ તૈયારી કરવામાં આવી છે.

સુરતમાં ચોમાસા દરમિયાન ખાડી પૂરની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સિંચાઈ મંત્રી ઈશ્વર પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની હાજર રહ્યા હતા. સુરતને ખાડીપુર મુક્ત બનાવવા માટે રૂપિયા 500 કરોડથી વધુના ખર્ચના માસ્ટર પ્લાનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

મીઠી ખાડીના 13 કિલોમીટરના વિસ્તારમાં ગાસચાર/ગાદ દૂર કરી 3 થી 4 ફૂટ ઊંડાઈ વધારવા માટે રૂ. 22 કરોડનું પ્રાથમિક આયોજન રજૂ કરાયું હતું. ખાડીના જે સાંકડા વિસ્તારોમાં જળપ્રવાહ અવરોધાય છે, ત્યાંથી દબાણો દૂર કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. ખાડી વિસ્તારને લાગુ પડતા ઝીંગા તળાવો હટાવવા માટે ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે.

રૂ. 500 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા આ માસ્ટર પ્લાનની સમીક્ષા કરવા માટે આગામી રવિવારે સિંચાઈ મંત્રી ઈશ્વર પટેલની હાજરીમાં ખાડી વિસ્તારની સ્થળ મુલાકાત યોજાશે.સુરતના ધારાસભ્યો, મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ખાડીની સ્થિતિનો તાગ મેળવશે. આ દરમિયાન ખાડીના સાંકડા વિસ્તારો, દબાણો અને ડ્રેજિંગની જરૂરિયાત અંગે સ્થળ પર સમીક્ષા કરવામાં આવશે.