Kutch Accident: કારના બે કટકા થયા, 7 જિંદગીનો અંત! કોણ હતો અકસ્માતનો ભોગ બનેલો પરિવાર?

આ ભયાનક અકસ્માતમાં બે પુરુષ, બે મહિલા અને ત્રણ નાના બાળકો સહિત સાત લોકોના મોત થયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 22 Nov 2026 04:19 PM (IST)Updated: Sun, 22 Nov 2026 04:19 PM (IST)
bhuj-khavda-highway-accident-seven-people-killed-uttarakhand-family-among-victims

Bhuj-Khavda Highway Accident: કચ્છ જિલ્લામાં ભુજ-ખાવડા રોડ પર વેકરીયા રણ નજીક શનિવારે રાત્રે અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે પુરુષ, બે મહિલા અને ત્રણ નાના બાળકો સહિત કુલ સાત લોકોના મોત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર મૂળ ઉત્તરાખંડનો હતો અને આર્મી જવાના સગા-સબંધીઓ હતા.

ઉત્તરાખંડનો પરિવાર બન્યો અકસ્માતનો ભોગ

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, ભુજ-ખાવડા રોડ પર વેકરીયા રણ નજીક અકસ્માત સર્જાયો હતો. આ બનાવ એટલો ભયાનક હતો કે, અકસ્માતગ્રસ્ત કારમાં સવાર સાત લોકોના ઘટનાસ્થળે અને સારવાર દરમિયાન કરૂણ મોત થયા હતા. મૃતકોમાં બે પુરુષ, બે મહિલા અને ત્રણ નાના બાળકોનો સમાવેશ થાય છે.

  • રિન્કી નીતિન ગુંસાઈ
  • સૌરસિંહ જશપાલસિંહ નેગી
  • સવિતા સૌરસિંહ નેગી
  • વામિકા નીતિન ગુંસાઈ
  • સિવિકા સૌરસિંહ નેગી
  • રાજેશ રાવત
  • રક્ષિતા રાજેશ રાવત

ભુજમાં આર્મીમાં તૈનાત હતા પરિવારના સભ્ય

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકોમાં ભુજ ખાતે આર્મીમાં તૈનાત ઉત્તરાખંડના આર્મી જવાનના પરિવારજનો તથા અન્ય સગા-સંબંધીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે પણ દોડી જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

હાલમાં આ ગમખ્વાર અકસ્માત કેવી રીતે સર્જાયો અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એક જ દુર્ઘટનામાં સાત જિંદગીનો અંત આવતા સમગ્ર કચ્છ સહિત મૃતકોના વતન ઉત્તરાખંડમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રધાનમંત્રીએ કરી ₹2 લાખની સહાયની જાહેરાત

કચ્છમાં સર્જાયેલા આ અકસ્માત અંગે ટ્વીટ કરતા પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે, જીવ ગુમાવનાર લોકોના સમાચારથી દુઃખ થયું છે. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના છે. મૃતકોના નજીકના સંબંધીઓને PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ) માંથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને ₹50 હજાર આપવામાં આવશે.