Mahuva-Bhavnagar Terminus Express Timings & Schedule: મુસાફરોની સુવિધા અને ટ્રેનોના સુચારુ સંચાલન માટે પશ્ચિમ રેલવેએ બે મહત્વની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 19206 મહુવા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 59229 બોટાદ-ભાવનગર ટર્મિનસ પેસેન્જરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બન્ને ટ્રેનોના સમયમાં કરવામાં આવેલો ફેરફાર 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ કરવામાં આવશે. આ ફેરફારથી મુસાફરોને વધુ સમયસર અને સુવ્યવસ્થિત મુસાફરીનો લાભ મળશે.
ટ્રેન નં. 59229: બોટાદ-ભાવનગર ટર્મિનસ પેસેન્જર
- બોટાદ-ભાવનગર ટર્મિનસ પેસેન્જર ટ્રેનનો બોટાદ જંકશન પરથી ઉપડવાનો સમય સવારે 06.50 વાગ્યે થશે (જૂનો સમય 07.10 વાગ્યે હતો).
- ભાવનગર ટર્મિનસ પર આગમન હવે સવારે 09.10 વાગ્યે થશે.
- માર્ગના મુખ્ય સ્ટેશનો પર પ્રસ્થાન સમય 10 થી 15 મિનિટ સુધી અગાઉ કરવામાં આવ્યો છે.
ટ્રેન નં. 19206: મહુવા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ
- મહુવા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનનો મહુવા જંકશન પરથી ઉપડવાનો સમય બપોરે 03.10 વાગ્યે થશે (જૂનો સમય 03.00 વાગ્યે હતો).
- ભાવનગર ટર્મિનસ પર આગમન રાત્રે 07.50 વાગ્યે યથાવત્ રહેશે.
- મધ્યવર્તી સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમયમાં જરૂર મુજબ ફેરફાર કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવે, ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પરથી સુધારેલો સમય ચકાસી લે. આ ફેરફાર 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે, જે ટ્રેનોની સમયપાલન અને મુસાફરોની સુવિધા વધારવામાં મદદરૂપ થશે.
સાત ટ્રેનોને મળ્યા વધારાના સ્ટોપ
મુસાફરો દ્વારા કરવામાં આવેલી માગણીઓ અને યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અનુસાર ભાવનગર ડિવિઝનની સાત ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ સાત ટ્રેનો નવાગઢ, જેતપુર અને રાણાવાવ ખાતે સ્ટોપેજ કરશે. નવા સ્ટોપેજ મળવાથી મુસાફરોને તથા નવા સ્ટોપેજની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ટ્રેન મુસાફરીમાં વધુ સુગમતા મળશે. ભાવનગર ડિવિઝનની સાત ટ્રેનોના વધારાના સ્ટોપેજની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે. 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 11.30 વાગ્યાની આસપાસ નવાગઢ (Navagadh) રેલવે સ્ટેશન ખાતે ઔપચારિક ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
