Bhavnagar railway Update: મુસાફરો માટે ખાસ સુવિધાઃ ભાવનગર ડિવિઝનની સાત ટ્રેનો હવે નવાગઢ, રાણાવાવ અને જેતપુર પણ ઉભી રહેશે

અતુલ કુમાર ત્રિપાઠી મુજબ આ વધારાના સ્ટોપોથી મુસાફરોને મુસાફરીમાં વધુ સુવિધા મળશે તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને ઉત્તમ રેલ સેવા ઉપલબ્ધ થશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 17 Sep 2025 03:41 PM (IST)Updated: Wed, 17 Sep 2025 03:41 PM (IST)
indian-railways-adds-extra-stops-for-7-trains-of-bhavnagar-division

Bhavnagar News: મુસાફરો દ્વારા કરવામાં આવેલી માગણીઓ અને યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અનુસાર ભાવનગર ડિવિઝનની સાત ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ સાત ટ્રેનો નવાગઢ, જેતપુર અને રાણાવાવ ખાતે સ્ટોપેજ કરશે. નવા સ્ટોપેજ મળવાથી મુસાફરોને તથા નવા સ્ટોપેજની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ટ્રેન મુસાફરીમાં વધુ સુગમતા મળશે.

સ્ટોપેજની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે

ભાવનગર ડિવિઝનની સાત ટ્રેનોના વધારાના સ્ટોપેજની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે. 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 11.30 વાગ્યાની આસપાસ નવાગઢ (Navagadh) રેલવે સ્ટેશન ખાતે ઔપચારિક ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. નવા સ્ટોપેજ અંગે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ આ વધારાના સ્ટોપોથી મુસાફરોને મુસાફરીમાં વધુ સુવિધા મળશે તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને ઉત્તમ રેલ સેવા ઉપલબ્ધ થશે.

નવાગઢ સ્ટેશન પર ચાર ટ્રેનોને આપવામાં આવ્યું સ્ટોપેજ

ભાવનગર ડિવિઝનમાં જે સાત ટ્રેનોને વધારાનો સ્ટોપ આપવામાં આવ્યું છે. તેમાં નવાગઢ સ્ટેશન પર ચાર ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ચાર ટ્રેનોના સ્પોપેજ મળવાથી નવાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેલા નાગરીકોને ટ્રેન થકી મુસાફરી કરવામાં સરળતા રહેશે.

રાણાવાવ સ્ટેશન પર એક ટ્રેનને સ્ટોપેજ

એજ રીતે રાણાવાવ સ્ટેશન પર એક ટ્રેનને વધારાનું સ્ટોપ આપવામાં આવ્યું છે. આ ટ્રેનને રાણાવાવ ખાતે સ્ટોપ આપવામાં આવતા નજીકના ગામના મુસાફરોને ટ્રેનની મુસાફરીમાં પડતી અગવડતા દૂર થશે.

જેતપુર સ્ટેશન પર એ ટ્રેનને સ્ટોપેજ

નવાગઢ અને રાણાવાવ ઉપરાંત ભાવનગર ડિવિઝન હેઠળ આવતા જેતપુર રેલવે સ્ટેશન ખાતે પણ એક ટ્રેનને વધારાનું સ્ટોપ આપવામાં આવ્યું છે. જેતપુર ખાતે ટ્રેનને સ્ટોપેજ આપવામા આવતા જેતપુર અને તેની આસપાસના ગામના નાગરીકોને ટ્રેન મુસાફરી માટે અન્યત્ર જવું પડતું હતું તે મુશ્કેલીમાંથી છૂટકારો મળશે.

  ટ્રેન નંબર ક્યાંથી – ક્યાં સુધી ચાલવાના દિવસો વધારાનો સ્ટોપ
11463/11464  વેરાવળ – જબલપુર – વેરાવળ     દરરોજ    નવાગઢ
11465/11466  વેરાવળ – જબલપુર – વેરાવળ     દરરોજ    નવાગઢ
19251/19252  વેરાવળ – ઓખા – વેરાવળ     દરરોજ    નવાગઢ
59560/59557 ભાવનગર – પોરબંદર – ભાવનગર     દરરોજ    રાણાવાવ
19319/19320  વેરાવળ – ઈન્દોર – વેરાવળ     બુધવાર    નવાગઢ
12945/12946  વેરાવળ – બનારસ – વેરાવળ સોમવાર / ગુરૂવાર    જેતપુર
19204/19203  વેરાવળ – બાંદ્રા – વેરાવળ શુક્રવાર / રવિવાર    જેતપુર