Mayabhai Ahir Controversy: બગદાણા વિવાદમાં નવનીતભાઈ બાલસિયા પર હુમલોના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમા નવનીતભાઈ બાલસિયા પર પાઈપ અને ધોકા વડે હુમલો કરવામાં સાત લોકોના નામ ખુલ્યા છે. આમા માયાભાઈ આહિર કે તેમના પુત્ર જયરાજઆતા આહિરનો હાથ ન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમા સામે આવ્યું છે.
ડીવાયએસપી રીમા ઝાલાએ જણાવ્યું હતું કે બગદાણા પોલીસ સ્ટેશનમાં 4 કલમો સાથે એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવમાં ફરિયાદી બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈ બાલસિયા બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે. તેઓ દ્વારા પોલીસને માહિતી આપવામાં આવે છે કે જ્યારે તેઓ રાતે વર્ના ગાડીનો પીછો કરતા હોય છે ત્યારે 8 અજાણ્યા સખ્શોએ તેઓ પર હુમલો કરી હાથ-પગમાં ફેક્ચર કર્યું છે. સમગ્ર બનાવની જાણ પોલીસને થતા હ્યુમન સોર્સ અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન પોલીસને નવનીતભાઈ દ્વારા બનાવ દરમિયાનનો એક વીડિયો આપવામાં આવે છે. આ વીડિયોમાં નામ બોલવામાં આવે છે નાજુભાઈ.
જેની પોલીસે અટકાત કરી હતી. પોલીસની તપાસમાં સામે આવે છે કે નાજુભાઈ દારુના ધંધા સાથે જોડાયેલ છે. અવાર નવાર પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવ્યા છે. નવનીતભાઈ પોલીસને પોતાની બાતમી આપતા હોવાની શંકા રાખીને તેમના પર હુમલો કરાય હતો. નવનીતભાઈ માટીના ધંધા સાથે જોડાયેલા છે. નાજુભાઈ સાથે રહેલા લોકો પણ માટીના ધંધા સાથે જોડાયેલા છે. નવનીતભાઈ ખાણખનીજની રેડ પણ માહિતી અપાવી પડાવતા હોવાની શંકાના આધારે આ હુમલો કરાયો હતો. 8 આરોપીઓની પોલીસ દ્વારા ઓળખ થઈ ગઈ છે. આ હુમલામાં માયાભાઈ આહિર કે તેમના પુત્રનો હાથ હોય તેવા કોઈ પુરાવા હાલ પોલીસને મળ્યા નથી.
આઠ આરોપીના નામ…
- નાજુભાઈ કામડિયા
- રાજુભાઈ ભમ્મર
- આતુભાઈ ભમ્મર
- વિરેન્દ્રસિંહ પરમાર
- સતિશભાઈ વનાડિયા
- ભાવેશભાઈ સેલાણા
- પંકજભાઈ મેર
- વીરૂભાઈ.
મૂળ ઘટના શું હતી અને થિયેરીઓ શું હતી?
ગયા 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં માયાભાઈ આહીરનો એક ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માયાભાઈએ જાહેરાત કરતા યોગેશભાઈ સાગર માટે 'મેનેજિંગ ટ્રસ્ટી' શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા માત્ર ટ્રસ્ટીઓ જ છે." આ વાતચીત બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને એક માફી માંગતો વીડિયો નવનીતભાઈને મોકલ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યાર બાદ નવીનભાઈ હુમલો થયો હતો. જેથી સોશિયલ મીડિયામાં હુમલો કોણે કરાવ્યો તેની વિવિધ થિયેરીઓ વહેતી થઈ હતી.
