Bhavnagar koli samaj samuh lagna: ભાવનગરમાં કોળી સમાજનો ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ તકે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત AAP પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી અને યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરમાં કોળી સમાજનો સમૂહ લગ્નોત્સવ
આ પણ વાંચો
ભાવનગરમાં વીર માંધાતા સંગઠનના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી તેમજ સમગ્ર વીર માંધાતા સંગઠન દ્વારા કોળી સમાજના 12મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 151 દંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ તકે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
गुजरात के भावनगर में कोली समाज द्वारा आयोजित सामूहिक विवाह कार्यक्रम में शामिल होने का अवसर मिला। LIVE https://t.co/mO7kK4GkYy
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 22, 2026
અરવિંદ કેજરીવાલ-CM ભગવંત માનની ઉપસ્થિતિ
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે AAP નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અરવિંદ કેજરીવાલે અભિનંદન પાઠવ્યા
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આજે ખૂબ જ શુભ દિવસ છે, જ્યારે 151 યુગલો એક સાથે લગ્ન કરી રહ્યા છે અને ચારે બાજુ આનંદનું વાતાવરણ છે. હું આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને પ્રદેશ યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી બંનેને અભિનંદન પાઠવું છું, જે આવું પુણ્ય કાર્ય કરી રહ્યા છે.
આ પણ વાંચો: સાળંગપુરધામ ખાતે ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું ભવ્ય આયોજન: 500થી વધુ દિવ્યાંગોએ કર્યા દાદાના દર્શન
વીર માંધાતા સંગઠન દ્વારા ખાસ આયોજન
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, વીર માંધાતા સંગઠનને અભિનંદન પાઠવું છું. છેલ્લા 12 વર્ષમાં રાજુભાઈએ 2000થી વધુ જોડીના લગ્ન કરાવીને આ પુણ્ય કાર્ય કર્યું છે. હું તમામ નવદંપતિને પણ અભિનંદન પાઠવું છું, જે પોતાના જીવનમાં નવી દિશામાં આગળ વધી રહ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તમને ખૂબ ખુશીઓ આપે અને તમે ખૂબ પ્રગતિ કરો.
આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા 12મો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો છે. આજે તેમાં 151 જોડીઓના લગ્ન થયા અને તેમને આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા છીએ. આ અવસરે હું વીર માંધાતા કોળી સમાજ તેમજ રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીને અભિનંદન પાઠવું છું.
