Bhavnagar: પાલિતાણામાં વનરાજના ટોળાનો અદ્દભૂત વીડિયો વાયરલ, ગ્રામ્ય પંથકમાં 10થી વધુ સિંહોએ અડીંગો જમાવ્યો

સિંહનું ટોળું નિરાંત શિકારની શોધમાં ફરતું હોય તેવું દેખાઈ રહ્યું છે. નાનીમાળ ગ્રામ્ય વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં સિંહ જોવા મળતા સ્થાનિકોમાં કૂતુહલ સાથે દહેશત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Jun 2025 10:09 PM (IST)Updated: Thu, 05 Jun 2025 10:09 PM (IST)
bhavnagar-news-more-than-10-lions-stay-nani-mal-village-at-palitana-video-goes-viral
HIGHLIGHTS
  • સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ

Bhavnagar: ભાવનગર જિલ્લામાં ફરી એકવાર વનરાજના અદ્દભૂત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી સિંહોના એક વિશાળ ટોળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેણે વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. આ વીડિયોમાં એકસાથે દસથી વધુ સિંહ જોવા મળી રહ્યા છે, જે ભાવનગરના જંગલોમાં સિંહોની વધતી વસ્તી અને તેમના વિસ્તરતા વિચરણ ક્ષેત્રનો સંકેત આપે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વાયરલ વીડિયો પાલિતાણા તાલુકાના નાનીમાળ ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં સિંહોનું ટોળું નિરાંતે ફરતું અને કદાચ કોઈ શિકારની શોધમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. આ વીડિયો ક્યારે અને કોના દ્વારા શૂટ કરવામાં આવ્યો છે તે અંગેની ચોક્કસ માહિતી હજુ ઉપલબ્ધ નથી? પરંતુ તે ઝડપથી સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પણ સાંજનાસર નજીક આજ સિંહોનું ટોળું દેખાયું હતું. આ ઘટના બાદ હવે નાનીમાળ ગ્રામ્ય વિસ્તારમાં સિંહોનું આટલું મોટું ટોળું જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલની સાથે-સાથે થોડી ચિંતા પણ જોવા મળી રહી છે. જોકે વન વિભાગ દ્વારા આવા કિસ્સાઓમાં જરૂરી તકેદારી અને જનજાગૃતિના પગલાં લેવામાં આવે છે.