Bhavnagar: વૈશ્વિક મહામંદીના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ભાવનગર જિલ્લાના અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ માટે એક સારા સમાચાર આવ્યા છે. અહીં ભંગાણ માટે એક વૈભવી ક્રુઝ શિપ પહોંચ્યું છે, જેનાથી ઉદ્યોગમાં નવી આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.
ગુરુવારે, 'રાઈટ' નામનું એક ભવ્ય ક્રુઝ શિપ અલંગના પ્લોટ નંબર 15 પર રિસાયક્લિંગ માટે દરિયા કિનારે લાવવામાં આવ્યું. હવે સરકારી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આ અદ્યતન ક્રુઝ જહાજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
Bhavnagar: રાજસ્થળી-વીરડીમાં 20 સિંહોના પરિવારનો વસવાટ, 2 સાવજ, 6 સિંહણ અને 12 બાળસિંહ કેમેરામાં કેદ
આ શિપની વિશેષતાઓની વાત કરીએ તો, તે 10 માળનું છે અને તેમાં આધુનિક સુવિધાઓ સાથે કુલ 476 કેબિન છે. 'રાઈટ' ક્રુઝ શિપનું નિર્માણ 1980 માં થયું હતું. તેનું વજન 11780.87 મેટ્રિક ટન છે અને તેમાં એક સાથે 1,409 મુસાફરો અને 300 ક્રૂ સભ્યો સમાઈ શકે છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ આ ક્રુઝ શિપમાં 4 રેસ્ટોરન્ટ, 2 જીમ, 2 સ્વિમિંગ પુલ, એક થિયેટર, ગેમિંગ ઝોન, સ્પા, મીની શોપિંગ એરિયા, 3 બાર રૂમ અને એક ડિસ્કોથેક પણ ઉપલબ્ધ છે. અલંગ શિપયાર્ડમાં આટલા મોટા અને વૈભવી જહાજનું આગમન નિશ્ચિતરૂપે ઉદ્યોગને નવી ગતિ આપશે અને સ્થાનિક અર્થતંત્ર માટે પણ ફાયદાકારક સાબિત થશે.
