Bullet Train Update: ક્યારથી પાટા પર દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન? ભાવનગરના મહેમાન બનેલા રેલવે મંત્રીએ આપ્યો જવાબ

બુલેટ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર માત્ર બે કલાક 7 મિનિટમાં કપાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 03 Aug 2025 10:17 PM (IST)Updated: Sun, 03 Aug 2025 10:17 PM (IST)
bhavnagar-news-indian-railway-minister-ashwini-vaishnaw-update-on-mumbai-ahmedabad-bullet-train
HIGHLIGHTS
  • અશ્વિની વૈષ્ણવે ભાવનગરથી અયોધ્યાની ટ્રેનને લીલી ઝંડી આપી
  • બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે

Bhavnagar |Bullet Train Update: અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડાવવામાં આવનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. એવામાં ગુજરાતના મહેમાન બનેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પહેલી બુલેટ ટ્રેનને લઈને મોટી અપડેટ આપી છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારતની પહેલી બુલેટ ટ્રેન સેવા જલ્દી જ શરૂ થઈ જશે. જેના પરિણામે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય ઘટીને માત્ર બે કલાક સાત મિનિટનો થઈ જશે.

હકીકતમાં આજે ભાવનગર ટર્મિનસ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રેલ્વે મંત્રીએ બુલેટ ટ્રેનને લઈને મોટું નિવેદન આપ્યું હતુ. આ દરમિયાન તેમણે અયોધ્યા એક્સપ્રેસ, રેવા-પુણે એક્સપ્રેસ અને જબલપુર-રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી.

પ્રથમ બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે?
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મુંબઈથી અમદાવાદ સુધીની પ્રથમ બુલેટ ટ્રેન ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે અને આ પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. જ્યારે તે દોડવાનું શરૂ થશે, ત્યારે મુંબઈથી અમદાવાદની મુસાફરીમાં ફક્ત બે કલાક અને સાત મિનિટનો સમય લાગશે.

આ ટ્રેન 508 કિમીનું અંતર કાપશે
તમને જણાવી દઈએ કે ભારતની પહેલી બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમીનું અંતર કાપશે. આ દેશની પહેલી બુલેટ ટ્રેન હશે. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે દોડનારી આ ટ્રેન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વિસ્તારથી શરૂ થશે અને ગુજરાતના વાપી, સુરત, આણંદ, વડોદરા અને અમદાવાદને જોડશે. ભારતની પહેલી બુલેટ ટ્રેનની મહત્તમ ગતિ 320 કિમી પ્રતિ કલાક હશે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં અનેક પ્રોજેક્ટ્સની ભેટ
નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ ઘણા નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે, અને બંને રાજ્યોમાં ડબલ એન્જિન સરકારો પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ ધપાવી રહી છે.

કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે, નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષમાં 34,000 કિમી નવા રેલ ટ્રેક નાખવામાં આવ્યા છે. દેશમાં દરરોજ લગભગ 12 કિમી નવા ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે, દેશમાં 1,300 રેલ્વે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે, જે પહેલાં ક્યારેય થયું નથી.