Bhavnagar: ઘોઘાથી હજીરા જઇ રહેલી રો-રો ફેરી આજે 2 કલાકના વિક્ષેપ બાદ ફરી શરુ થઇ હતી. ઘોઘાથી આજે સાંજે 5:45 કલાકે હજીરા જવા નીકળેલી ફેરી વળાંક લેતા સમયે પોતાની નિયત ચેનલથી દૂર થઇ હતી. 7:40 વાગ્યે ભરતીનું પાણી ભરાવાનું શરુ થયું છે અને રાત્રે નવ વાગ્યા સુધીમાં ફેરી હજીરા તરફ રવાના થશે. હાલ વ્યવસ્થાના ભાગરુપે ફેરી આસપાસ બે ટગ બોટ રાખવામાં આવી છે.
પ્રવાસ કરી રહેલા તમામ મુસાફરો સલામત છે.જિલ્લા વહીવટી તંત્ર ફેરી સંચાલક કંપની સાથે સતત સંપર્કમાં છે. પોર્ટ ઓફિસરશ્રી અને ઘોઘાના મામલતદારશ્રી સ્થળ પર જવા રવાના થયા છે અને થોડા સમયમાં સ્થળ પર પહોંચશે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ પણ આ બનાવ અંગે સતત મોનિટરિંગ કરી રહ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
