Bhavnagar News: બગદાણા ગુરુ આશ્રમ પરિવારના મોભી મનજીબાપાનું નિધન, પાર્થિવદેહ દર્શનાર્થે રખાયો, આવતીકાલે સાંજે અંતિમયાત્રા નીકળશે

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 14 Feb 2024 11:51 AM (IST)Updated: Wed, 14 Feb 2024 11:51 AM (IST)
bhavnagar-news-death-of-mobhi-manjibapa-of-bagdana-guru-ashram-family

Bhavnagar News: બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના અનન્ય ભક્ત મનજી દાદાનો દેહ વિલય થતા ભક્તજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. બગદાણા ખાતે આવતીકાલના બપોર સુધી તેઓના પાર્થિવ દેને દર્શનાર્થે રાખવામાં આવશે અને કાલે સાંજે તેઓની અંતિમ યાત્રા નીકળશે.

ભાવનગર જિલ્લાના બગદાણાના ગુરુ આશ્રમ મોભી મનજીદાદા (મેનેજિંગ ટ્રસ્ટી, ગુરૂ આશ્રમ, બગદાણા) આજરોજ તા.14 ના રોજ પરમશકિત પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામ્યા છે. મનજીદાદના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણા મુકામે 15 ફેબ્રુઆરી બપોરે 3 વાગ્યા સુધી દર્શનાર્થે રાખવામાં છે. મનજી દાદાની અંતિમ યાત્રા તારીખ 15 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે 3.00 કલાકે નીકળશે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી શોકાંજલિ પાઠવી
બગદાણા આસામના મોભી મનજી બાપાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શોકાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં જણાવ્યું છે કે ગુરુ આશ્રમ, બગદાણાના મનજી દાદાના અવસાનના સમાચારથી દુ:ખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના મમ…

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.