Bhavnagar: મહુવામાં હનુમાન જયંતીના કાર્યક્રમમાં નાસ્તો કર્યાં બાદ ફૂડ પોઈઝનિંગથી 100થી વધુ બાળકોની તબિયત લથડી

નાસ્તામાં પીરસવામાં આવેલા પાઉભાજી અને પુલાવ આરોગ્ય બાદ વારાફરતી વિદ્યાર્થીઓને ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ થતાં વાલીઓમાં દોડધામ મચી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 01 Apr 2026 09:23 PM (IST)Updated: Wed, 01 Apr 2026 09:23 PM (IST)
bhavnagar-news-100-children-fall-ill-after-food-poisoning-at-hanuman-jayanti-event-in-mahuva
HIGHLIGHTS
  • મહાવીર સમાજ દ્વારા લોંગડી પ્રાથમિક શાળામાં નાસ્તાનું આયોજન કરાયું હતુ

Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંની લોંગડી પ્રાથમિક શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. નાસ્તો કર્યા બાદ અચાનક બાળકોની તબિયત બગડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે મહુવા જનરલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, હનુમાન જયંતિના પવિત્ર અવસર નિમિત્તે 'મહાવીર સમાજ' દ્વારા લોંગડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બાળકોને નાસ્તામાં પાઉભાજી અને પુલાવ પીરસવામાં આવ્યા હતા. પાઉભાજી અને પુલાવ આરોગ્યા બાદ અચાનક જ વિદ્યાર્થીઓની તબિયત લથડવા લાગી હતી અને તેમને ઉલ્ટીઓ તથા પેટમાં દુખાવાની ફરિયાદ થવા લાગી હતી.

સારવાર માટે દોડધામ

બાળકોની તબિયત બગડતા શાળા પરિસરમાં અને વાલીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે બાળકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.