Bhavnagar: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના યજમાનપદે ભાવનગર ખાતે આજથી ‘મેજર લીગ ગર્લ્સ અંડર-13 અસ્મિતા ફૂટબોલ ટુર્નામેન્ટ’નો શાનદાર પ્રારંભ થયો છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના મેદાન પર રમાયેલી પ્રથમ મેચમાં યજમાન ગુજરાતે ઓડિશાને 7-0થી હરાવીને વિજયી શરૂઆત કરી છે.
Ahmedabad: શેલા સ્થિત શાંતિ એશિયાટિક સ્કૂલમાં ભવ્ય સ્પોર્ટ્સ ફેસ્ટ 'ભારતીયમ 2026' યોજાયો, જુઓ તસવીરો
કાશ્વી અગરવાલની હેટ્રિક: ગુજરાતની ફોરવર્ડ પ્લેયર કાશ્વી અગરવાલે શાનદાર પ્રદર્શન કરતા 3 ગોલ ફટકાર્યા હતા.
સંજના મેણીયાનો દબદબો: મિડફિલ્ડર સંજના મેણીયાએ આક્રમક રમત દાખવી 2 ગોલ નોંધાવ્યા હતા.
અન્ય સ્કોરર: અવની મીઠાપરા અને જાંબુયા ડાયાએ 1-1 ગોલ કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
અન્ય મેચનું પરિણામ:
દિવસની બીજી મેચમાં ઝારખંડની ટીમે છત્તીસગઢને 4-0થી પરાજય આપ્યો હતો. ઝારખંડની કેપ્ટન શિવાની કુમારીએ 3 ગોલ (હેટ્રિક) અને સિદ્ધિ શર્માએ 1 ગોલ કર્યો હતો.
ટૂર્નામેન્ટની વિગતો:
સમયગાળો: 28 જાન્યુઆરી 2026 થી 2 ફેબ્રુઆરી 2026
ગુજરાતનું ગ્રુપ: ગુજરાત, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર.
આગામી મેચ: ગુજરાતની બીજી મેચ 29 જાન્યુઆરીના રોજ છત્તીસગઢ સામે રમાશે.
ક્વોલિફિકેશન: ગ્રુપની ટોપ-2 ટીમો ફાઈનલ લીગ માટે ક્વોલિફાય થશે.
