Ahmedabad: શેલા સ્થિત શાંતિ એશિયાટિક સ્કૂલમાં ભવ્ય સ્પોર્ટ્સ ફેસ્ટ 'ભારતીયમ 2026' યોજાયો, જુઓ તસવીરો

વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ, યોગ, સ્કેટિંગ, ફૂટબોલ, બાસ્કેટબોલ, જિમ્નેસ્ટિક્સ, કરાટે, બેડમિન્ટન, વોલીબોલ, ખો-ખો, ચેસ, ટેબલ ટેનિસ અને લૉન ટેનિસમાં પોતાની કુશળતા દર્શાવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Jan 2026 05:37 PM (IST)Updated: Wed, 28 Jan 2026 05:37 PM (IST)
ahmedabad-news-over-700-students-compete-in-shanti-asiatic-schools-bharatiyam-2026-sports-fest
HIGHLIGHTS
  • 2 દિવસના સ્પોર્ટ્સ ફેસ્ટમાં સિનિયર ગ્રેડના 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
  • વાલીઓ સહિત અન્ય મહેમાનો મળીને 3 હજારથી વધુ લોકોએ હાજરી આપી

Ahmedabad: શહેરના શેલા વિસ્તારમાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલ (Shanti Asiatic School Shela) દ્વારા 'ભારતીયમ 2026' (Bharatiyam 2026) સ્પોર્ટ્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

naidunia_image

આ બે દિવસીય સ્પોર્ટ્સ ફેસ્ટમાં સિનિયર ગ્રેડના 700થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, જ્યારે લગભગ ત્રણ હજારથી વધુ પેરેન્ટેસ અને અન્ય મહેમાનોએ હાજરી આપી હતી.

'ભારતીયમ 2026'માં વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ, યોગ, સ્કેટિંગ, ફૂટબોલ, બાસ્કેટબોલ, જિમ્નેસ્ટિક્સ, કરાટે, બેડમિન્ટન, વોલીબોલ, ખો-ખો, ચેસ, ટેબલ ટેનિસ અને લૉન ટેનિસ સહિત વિવિધ રમતગમત શાખાઓમાં પોતાની કુશળતા દર્શાવી હતી. વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને સર્ટિફિકેટસ એનાયત કરવામાં આવ્યા હતા.

naidunia_image

શાંતિ એશિયાટિક સ્કૂલનો 'ભારતીયમ 2026' સ્પોર્ટ્સ ફેસ્ટ,તેમના વિદ્યાર્થીઓને ફિઝિકલ ફિટનેસ, ટીમવર્ક અને દ્રઢતા જેવા ગુણો રજુ કરવાનો મંચ પુરો પાડે છે.

naidunia_image