ભાવનગરની સેન્ટ મેરીઝ સ્કૂલમાં સગીરાના નામે કથિત લવ લેટર વાયરલ કરી બદનામ કરવાનો કારસો, 5 વિદ્યાર્થીઓ સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

ભાવનગરની સેન્ટ મેરિઝ સ્કૂલમાં એક સગીર વિદ્યાર્થિનીને બદનામ કરવાના ઇરાદાથી કથિત લવ લેટર વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદના આધારે ૫ વિદ્યાર્થીઓ સામે પોક્સો (POCSO) અને BNS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 16 Oct 2026 08:48 PM (IST)Updated: Fri, 16 Oct 2026 08:48 PM (IST)
5-bhavnagar-school-news-fake-love-letter-dispute-in-st-marys-school-5-suspended-under-pocso-act

Bhavnagar: ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક આવેલ જાણીતી સેન્ટ મેરીઝ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સગીર વિદ્યાર્થિનીને બદનાન કરવાના ઈરાદાથી તેના નામે કથિત લવ લેટર વર્ગખંડમાં ફરતો કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે શાળાના જ શિક્ષિકાના પુત્ર સહિત 5 વિદ્યાર્થીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શિવાજી સર્કલ પાસેથી સેન્ટ મેરીઝ સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિના નામ સાથે લખેલો એક પત્ર વર્ગખંડમાં ફરતો કરવામાં આવ્યો હતો. જેના પગલે ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીની સામે જોઈએ હસતા હતા. તેમજ નોટબુકની પાછળના પાના પર લવ લેટર મળ્યો, લખીને વાતો કરતા હોવાથી વિદ્યાર્થિનીને શંકા ગઈ હતી. જેથી વિદ્યાર્થિની હિંમત દાખવીને સાથી વિદ્યાર્થી પાસેથી પત્ર કબજે કર્યો હતો. જેમાં નામ વિદ્યાર્થિનીનું હતું, પરંતુ અક્ષર તેના નહતા.

જો દીકરીએ આત્મહત્યા કરી લેત, તો શું એ પણ પ્રૅન્ક હોત?

આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ ઘોઘારોડ પોલીસ મથકમાં ચાર સગીરો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે પિતાએ શાળાના ફાધરને ફરિયાદ કરી, તો તેમણે સહયોગ આપવાના બદલે માત્ર એક પ્રેન્ક ગણાવીને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો તેમના માનસિક ત્રાસથી કંટાળીને મારી દીકરીએ અંતિમ પગલું ભરી લીધુ હોત, તો શું તેને પ્રેન્ક ગણવામાં આવત?


શાળા પ્રશાસનનો બચાવ અને 5 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

બીજી તરફ વિવાદ વકરતા શાળા સંચાલકો તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે, વાલીની રજૂઆત બાદ 5 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ પત્ર બહારથી એટલે કે ટ્યૂશન ક્લાસિસમાંથી અન્ય વિદ્યાર્થી મારફતે આવ્યો હતો.

જો કે વિદ્યાર્થિનીના પિતાએ ચોખવટ કરી કે, મારી દીકરી ટ્યૂશનમાં જતી જ નથી. શાળાના સંચાલકો ખોટો બચાવ કરી રહ્યા છે. હાલ તો સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા પાંચેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

હાલ તો હાલ ઘોઘારોડ પોલીસ મથકમાં પાંચેય સગીર વિદ્યાર્થીઓ સામે BNS એક્ટ કલમ 75(3) તેમજ પોક્સો (POCSO) એક્ટની કલમ 12 હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.