ભાવનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસ: સ્પેશિયલ પોક્સો કોર્ટે 25 વર્ષીય આરોપીને ફટકારી 20 વર્ષની સખત કેદ

ભાવનગરમાં 6 વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી જીતુ સોલંકીને સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદ ફટકારી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 10 Oct 2026 07:39 AM (IST)Updated: Sat, 10 Oct 2026 07:39 AM (IST)
bhavnagar-pocso-court-verdict-jitu-solanki-20-years-sentence-vartej-police

Bhavnagar News: ભાવનગર શહેરમાં એક સગીરા પર દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કેસે આરોપીને 20 વર્ષી સખતે કેદ ફટકારીને મહત્વનો ચુકાદો આપ્યો છે. શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં 6 વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ કેસમાં 25 વર્ષીય જીતુ સોલંકીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેમજ તેની સજા ફટકારીને પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવાનો કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

મળતી માહિતી પ્રમાણે, ભાવનગર શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં આરોપી જીતુ સોલંકીએ તા.17 ફેબ્રુઆરી 2020ના રોજ સગીરાને લગ્ન અને બદકામ કરવાના ઈરાદે લલચાવીને ભગાવી ગયો હતો. જે બાદ આરોપીએ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પિડીત પરિવારની ફરિયાદના આધારે વરતેજ પોલીસે આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

આરોપીને 20 વર્ષની કેદ

આ કેસ ભાવનગરના એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો જજ એન.જી દવેની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. સરકારી વકીલની કોર્ટમાં ધારદાર દલીલો અને મજબૂત પુરાવાઓ સાક્ષીઓની જુબાની રજૂ કરી હતી. કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી જીતુ સોલંકીને દોષિત ઠેરવ્યો હતો અને તેને 20 વર્ષની સખત કેદનો હુકમ કર્યો હતો.