Vadodara: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક ગામમાં રહેતી હિન્દુ યુવતીને તેની ઓનલાઇન ફ્રી ફાયર ગેમ રમવાની ટેવ ભારે પડી છે, જેમાં તેની જિંદગી બરબાદ થઇ ગઈ છે. હકીકતમાં યુવતી ઓનલાઇન ફ્રી ફાયર નામની ગેમ રમતા એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવકે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ અલગ-અલગ જગ્યાએ લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આ મામલે યુવતીએ કરજણ પોલીસ મથક ખાતે વિધર્મી યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કરજણ તાલુકાના એક ગામમાં રહેતી હિન્દુ યુવતી ઓનલાઈન ફ્રી ફાયર ગેમ રમતી વખતે ભરૂચ જિલ્લાના પગુથણ ગામમાં રહેતા સિરાજ રુસ્તમ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી. સિરાજે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ સિરાજ યુવતીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતુ.
આ પણ વાંચો
જો કે પાછળથી યુવતીને સિરાજ મુસ્લિમ હોવાની જાણ થઈ હતી. જેથી તપાસ કરતા સિરાજ હિન્દુ યુવતીઓને ફસાવવામાં માહેર હોવાનું અને ભરૂચમાં પણ તેણે અનેક હિન્દુ યુવતીઓને આ રીતે ફસાવી હોવાનું જાણવા મળ્યું હતુ. આથી યુવતીએ સિરાજ વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દુષ્કર્મ, એટ્રોસિટી અને પોસ્કો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ લવ જેહાદના ગુના સબબ સિરાજ હાલ ભરૂચ પોલીસની કસ્ટડીમાં છે. જ્યાંથી કરજણ પોલીસ તેનો ટ્રાન્સફર ઓર્ડરથી કબજો લેશે.
