Bharuch: અંકલેશ્વરના રામભક્તે અનોખું રામ મંદિર બનાવ્યું, PM મોદી અને UP CM યોગીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 28 Jan 2024 10:31 PM (IST)Updated: Sun, 28 Jan 2024 10:31 PM (IST)
bharuch-news-pm-modi-and-cm-yogi-statue-install-in-ram-temple-at-ankleshwar

Bharuch: 500 વર્ષોથી જોવાઈ રહેલ આશા હવે પૂર્ણ થઇ છે અને રામજન્મ ભૂમિ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઇ ગઈ છે ત્યારે અયોધ્યા રામલલ્લાના દર્શને ના જઈ શકનાર કેટલાક શ્રદ્ધાળુઓએ અંકલેશ્વરમાં જ અનોખું રામ મંદિર બનાવ્યું છે. ખાસ વાત એ છે કે, તેમાં રામ દરબાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવી છે.

અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં 20 લાખના ખર્ચે એક નાનકડું મંદિર બનાવી તેમાં રામ દરબારની સ્થાપના કરવામાં આવી છે. જોકે આ નાનકડા મંદિરમાં સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે, મંદિરની બહાર લાગેલી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમા.

અંકલેશ્વરમાં રામલલ્લાનું નાનકડા મંદિરની નિર્માણ કરનાર રામભક્તે જણાવ્યું કે, 500 વર્ષ બાદ રામજન્મ ભૂમિ પર રામ મંદિરનું નિર્માણ થયું છે અને ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ છે. જેથી મેં બનાવેલ રામ દરબારમાં રામ લક્ષમણ સીતાજી સાથે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની પ્રતિમા પણ બિરાજમાન કરી છે. આ સાથે જો અયોધ્યામાં તંત્ર તેમને જગ્યા ફાળવે તો તેઓ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ મારબલની પ્રતિમાની સ્થાપના કરવાની ઈચ્છા ધરાવે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.