Gujarat Rain Report: અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મેઘરજમાં બે કલાકમાં 2.56 ઈંચ વરસાદ; જાણો તાલુકાવાર વરસાદી આંકડા

આજે સવારે 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી માત્ર બે કલાકમાં જ રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 18 Sep 2026 10:09 AM (IST)Updated: Fri, 18 Sep 2026 10:09 AM (IST)
gujarat-morning-rain-report-18-september-2026-meghraj-arvalli-highest-rainfall-monsoon-2026
gujarat morning rain report 18 september

Gujarat Rain Report Today, 18 September: આજે 18 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા અનુસાર આજે સવારે 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી માત્ર બે કલાકમાં જ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 65 મીમી (2.56 ઈંચ) વરસાદ નોંધાયો છે.

અરવલ્લીમાં મેઘમહેર, મેઘરજમાં સૌથી વધુ વરસાદ

આજે 18 સપ્ટેમ્બરે સવારે 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા દરમિયાન અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સૌથી વધુ 65 મીમી (2.56 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અરવલ્લીના જ મોડાસા તાલુકામાં 53 મીમી (2.09 ઈંચ) અને મોરબીના વાંકાનેરમાં 50 મીમી (1.97 ઈંચ) વરસાદ નોંધાયો છે.

અન્ય મુખ્ય તાલુકાની સ્થિતિ જોઈએ તો મહિસાગરના ખાનપુરમાં 1.93 ઈંચ, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 48 મીમી (1.89 ઈંચ), મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં (મહેસાણા): 38 મીમી (1.5 ઈંચ), ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 38 મીમી (1.5 ઈંચ), મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં 38 મીમી (1.5 ઈંચ), મહેસાણા તાલુકામાં 35 મીમી (1.38 ઈંચ) અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 32 મીમી (1.26 ઈંચ) વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ 10 તાલુકા

જિલ્લો તાલુકો કુલ વરસાદ (મીમી) કુલ વરસાદ (ઈંચ)
અરવલ્લી મેઘરજ 65 2.56
અરવલ્લી મોડાસા 53 2.09
મોરબી વાંકાનેર 50 1.97
મહીસાગર ખાનપુર 49 1.93
સાબરકાંઠા તાલોદ 48 1.89
મહેસાણા ખેરાલુ 38 1.50
ગાંધીનગર માણસા 38 1.50
મોરબી ટંકારા 38 1.50
મહેસાણા મહેસાણા 35 1.38
સાબરકાંઠા વડાલી 32 1.26

મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ

રાજ્યના અન્ય મહત્વના વિસ્તારોમાં પણ બે કલાકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમાં મહેસાણા જિલ્લાના વિજાપુર અને ગાંધીનગર જિલ્લાના કલોલમાં 30-30 મીમી વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકામાં 29 મીમી અને મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં 27 મીમી વરસાદ વરસ્યો છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં 25 મીમી (0.98 ઈંચ) અને વિસનગર તાલુકામાં 24 મીમી (0.94 ઈંચ) વરસાદ નોંધાયો છે.

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 24 મીમી (0.94 ઈંચ) વરસાદ નોંધાયો છે. વધુમાં, સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગર તાલુકા તથા મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 23-23 મીમી (0.91 ઈંચ) વરસાદ થયો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરા તાલુકામાં 16-16 મીમી (0.63 ઈંચ) તેમજ અમદાવાદ સીટી અને ગાંધીનગર તાલુકામાં 9-9 મીમી (0.35 ઈંચ) વરસાદ નોંધાયો છે.