Hirabhai Damor Death: મેઘરજના ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોરનું નિધન થયું

હીરાજી ડામોર લાંબા સમયથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય હતા. ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા તરીકે તેમણે મેઘરજ અને આસપાસના વિસ્તારમાં પક્ષના સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Nov 2026 10:56 AM (IST)Updated: Mon, 16 Nov 2026 10:56 AM (IST)
arvalli-meghraj-senior-bjp-leader-former-education-ministerhirabhai-damor-passes-away
હીરાભાઈ ડામોરનું નિધન

Hirabhai Damor Death: અરવલ્લી જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મેઘરજ વિસ્તારના ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોરનું હાર્ટ અટેકના કારણે અવસાન થયું છે. તેમના આકસ્મિક નિધનથી સમગ્ર પંથકમાં અને રાજકીય વર્તુળોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

રાજકીય અને સામાજિક ક્ષેત્રે મોટી ખોટ

હીરાજી ડામોર લાંબા સમયથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય હતા. ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા તરીકે તેમણે મેઘરજ અને આસપાસના વિસ્તારમાં પક્ષના સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, પૂર્વ શિક્ષણ મંત્રી તરીકે તેમણે શિક્ષણ ક્ષેત્રે અનેક નોંધપાત્ર કાર્યો કર્યા હતા. તેમના આકસ્મિક અવસાનથી ભાજપ પરિવાર તેમજ સ્થાનિક નાગરિકોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.