Dhuvaran Nuclear Power Complex: આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલા ધુવારણમાં દેશનું સૌથી મોટું ન્યુક્લિયર પાવર કોમ્પલેક્સ સ્થાપિત કરવાની કામગીરી શરુ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આશરે 2,.21 લાખ કરોડના અંદાજિત ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ મેગા પ્રોજેક્ટની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 7 હજાર મેગાવોટ રહેશે. આ પ્રોજેક્ટનું નિર્માણ કેન્દ્ર અને ગુજરાત સરકારની 50-50 ટકા ભાગીદારી હેઠળ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટે઼ડના સંયુક્ત ઉપક્રમ હેછળ આ પ્રોજેક્ટ તૈયાર કરવાની યોજના છે.તેવી જાણકારી મળી છે.
પ્રોજેક્ટ માટે જમીનની ફાળવણી
આ પણ વાંચો
આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે 1,100 હેક્ટર જમી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સેન્ટ્રલ કમિટીના સૂત્રો અનુસાર, આ પ્રોજેક્ટમાં પ્રતિ મેગાવોટ અંદાજે રુ.35 કરોડનો ખર્ચ થશે. તેમજ આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં 8થી 10 વર્ષનો સમય લાગી શકે છે. હાલમાં ગુજરાતના કાકરાપાર પરમાણુ મથકની વીજ ઉત્પાદન ક્ષમતા 1.840 MW છે. જેની સરખામણીમાં ધુવારણ પ્રોજેક્ટ શરુ થતાની સાથે જ ગુજરાતના પરમાણુ ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
આર્થિક દ્રષ્ટિએ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ
ગુજરાતમાં ઝડપથી વધી રહેલા સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ, ગ્રીન હાઈડ્રોજન જેવા આધુનિક ઉદ્યોગોની ભવિષ્યની વીજ જરુરિયાતોને પૂરી કરવા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. પરમાણુ ઉર્જા ઝીરો કાર્બન ઉત્સર્જન કરતી સ્વચ્છ ઉર્જા છે. તેનાથી વીજળીના ઉત્પાદન દરમિયાન કાર્બન ડાયોક્સાઈજ કે અન્ય કોઈ પ્રકારના ઝેરી વાયુઓ મુક્ત થતાં નથી. જેના લીધે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ મળશે. પ્રોજેક્ટમાં અણુ કચરાના સુરક્ષિત અને વૈજ્ઞાનિક નિકાલ માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના કારણે ખંભાત અને આસપાસના વિસ્તારોમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે.
ધુવારણ પ્લાન્ટનો ઈતિહાસ
ધુવારણ પરમાણુ પ્લાન્ટનો ઈતિહાસ ઘણો લાંબો રહ્યો છે. વર્ષ 1965માં ગુજરાતના પહેલા 396 એમડબ્લ્યુ ક્ષમતાનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ તરીકે શરુ થયો હતો. ત્યારબાદ વર્ષ 2010માં તેને 595 MW ક્ષમતાના ગેસ આધારિત પ્લાન્ટમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો, જે સમય જતાં બંધ થયો હતો. હવે આ ઐતિહાસિક સ્થળને દેશના સૌથી મોટા અણુ ઊર્જા મથક તરીકે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે.
