Anand Rainfall: રાજ્યમાં ચોમાસુ તેના અંતિમ તબક્કે છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના આણંદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના વરસાદી આંકડા પ્રમાણે, આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો હતો.
સોજિત્રા અને બોરસદમાં મેઘમહેર
આ પણ વાંચો
આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જિલ્લાના સોજિત્રા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ 1.18 ઇંચ (30 મીમી) વરસાદ વરસ્યો હતો. તેમજ બોરસદ તાલુકામાં કુલ 0.75 ઇંચ (19 મીમી) વરસાદી ઝાપટાં વરસી જતાં વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી.
આણંદના વિવિધ તાલુકાઓની સ્થિતિ
આણંદના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના આણંદ તાલુકામાં 0.28 ઇંચ (7 મીમી)નું ઝાપટું વરસી ગયું. તારાપુર તાલુકામાં પણ 0.24 ઇંચ (6 મીમી) જેટલો વરસાદ નોંધાયો હતો. તેમજ પેટલાદમાં પણ 0.08 ઇંચ (2 મીમી) જેટલા વરસાદી ઝાપટાં નોંધાતા લોકો ભીંજાઈ ગયા હતા.
