Anand Rain News: છેલ્લા બે દિવસમાં આણંદ જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા આજે વહેલી સવારના 4 કલાકના આંકડા જોઈએ તો બોરસદામાં વધુ વરસાદ પડ્યો છે. માત્ર 4 કલાકમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે.
સવારે 08:00 થી 10:00 વાગ્યા વચ્ચે બોરસદમાં ધાણીધારી વરસાદ
બોરસદ તાલુકામાં સવારે 06:00 થી 08:00 વાગ્યા વચ્ચે માત્ર 0.20 ઈંચ વરસાદ હતો, પરંતુ સવારે 08:00 થી 10:00 વાગ્યા વચ્ચેના 2 કલાકના ટૂંકા ગાળામાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને 4.33 ઈંચ સાંબેલાધાર વરસાદ વરસાવી દીધો હતો. જેના કારણે બોરસદના નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
તારાપુરમાં પોણા ત્રણ ઈંચ અને આંકલાવમાં સવા ઈંચથી વધુ વરસાદ
આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં પણ સવારે 06:00 થી 08:00 વાગ્યા દરમિયાન ભારે પધરામણી થઈ હતી અને કુલ 2.87 ઈંચ (પોણા ત્રણ ઈંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આંકલાવ તાલુકામાં પણ 1.38 ઈંચ (સવા ઈંચથી વધુ) વરસાદ વરસ્યો છે.
આણંદ જિલ્લાના તમામ તાલુકાવાર વરસાદના આંકડા (સવારે 06:00 થી 10:00 વાગ્યા સુધી):
- - બોરસદ (Borsad): 4.53 ઈંચ
- - તારાપુર (Tarapur): 2.87 ઈંચ
- - આંકલાવ (Anklav): 1.38 ઈંચ
- - સોજિત્રા (Sojitra): 0.79 ઈંચ (પોણો ઈંચ)
- - ઉમરેઠ (Umreth): 0.67 ઈંચ
- - પેટલાદ (Petlad): 0.55 ઈંચ (અડધો ઈંચ)
- - ખંભાત (Khambhat): 0.28 ઈંચ
- - આણંદ (Anand): 0.08 ઈંચ
ખેડૂતોમાં હરખની હેલી
આણંદ જિલ્લાના બોરસદ, તારાપુર અને આંકલાવ સહિતના પંથકમાં વરસેલા આ અનરાધાર વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ડાંગર સહિતના ઊભા પાકને મોટો પ્રાણવાયુ મળતાં ચરોતરના ખેડૂતોમાં ભારે આનંદની લહેર વ્યાપી ગઈ છે.
ગઈકાલના આંકડા પર નજર કરીએ
- બોરસદ- 2.13 ઈંચ
- ખંભાત-1.77 ઈંચ
- પેટલાદમાં-1.30 ઈંચ
- તારાપુરમાં-1.18 ઈંચ
- ઉમેરઠમાં. પોણો ઈંચ
- સોજીત્રામાં અડધો ઈંચ.
