તારાપુરમાં રહેતા વેપારી પિતાંબરદાસ મહેશ્વરીની 26મી તારીખે ગળુ કાપીને કરીને ફરાર થઈ ગયેલા ગોવિંદ યાદવને યુપીના દેવરીયા જિલ્લાના ફતેપુર લેહદા તોલા પાસેથી ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
તારાપુરના વેપારી પિતાબંરદાસની ગળું કાપેલી હાલતમાં લોહીની લથપથ લાશ મળી હતી. ઘટના મામલે ડીએસપી, એલસીબી, એસઓજી, તારાપુર પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ આદરી હતી. જેમાં પોલીસને બે સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા. જેમાં એક ફુટેજમાં પીળી જર્સી પહેરેલો શખ્સ મૃતકના ઘર તરફ જતા, એક શખ્સ હાથમાં શર્ટ કે જર્સી લઈને બહાર નીકળતો દેખાયો હતો.
આ બંનેની ખાતરી તપાસ કરતાં બંને વ્યક્તિ એક જ હોવાનું જણાતા પોલીસે આ શખ્સન શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આણંદ SOG પોલીસને જાણવા મળ્યું હતું કે, આ શખ્સ ઘણા સમયથી તારાપુરના ગાયત્રીનગરમાં તેના બહેન-બનેવીની સાથે રહેતો મળતા મળ્યું હતું. જેથી પોલીસની ટીમે ત્યાં પહોંચીને તપાસ કરતાં આ શખ્સ ગોવિંદ. ઓમપ્રકાશ યાદવ તેના વતન યુપી દેવરીયા જિલ્લાના ફતેપુર લેહદા ગામે જતો રહ્યો હોવાનું જણાતા આણંદ એસઓજી પોલીસની ટીમ યુપી પહોંચી ગઈ હતી અને ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી ગોવિંદ યાદવને ઝડપી પાડીને આણંદ લાવીને પૂછપરછ કરી હતી.
