Anand Crime News: મળતી માહિતી પ્રમાણે માસુમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી તેની કરપીણ હત્યા કરી આરોપીએ મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. નવાખલ ગામમાંથી શનિવારે સાંજે ગુમ થયેલી પાંચ વર્ષીય બાળકી ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી, જેથી પરિવારજનોએ આંકલાવ પોલીસમાં આ અંગે જાણ કરી હતી.
ચાર દિવસ પછી મૃતદેહ મળી આવ્યો
પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજમાં ગામના જ અજય પઢિયાર નામનો યુવક બાળકીને બાઈક પર લઈ જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેણે બાળકીને ઉમેટાથી મહી નદી પાસે આવેલી સિંચરોટ નાની નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. SDRFની મદદથી નદીમાં શોધખોળ શરુ કરવામાં આવી હતી. ચોથા દિવસે બાળકીનો મૃતદેહ સિંધરોટના નિઝામપુરા વિસ્તારની નદીમાંથી મળી આવ્યો હતો.
આ પણ વાંચો
બાળકી પર કુર્કમ કરવામાં આવ્યું
પોલીસે મૃતદેહને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો, ત્યારબાદ બાળકીના માતા-પિતાએ પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ કરી હતી. ત્યારે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે કે, પાંચ વર્ષની બાળકી સાથે કુકર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.
આરોપીએ બાળકીને નદીમાં ફેકી હતી
આ ઘટના અંગે મૃતક બાળકીના કાકાએ જણાવ્યું હતું કે, પોલીસે અમને અજય પઢિયારની પૂછપરછ કરવા બોલાવ્યા હતા. અમે અમારી દીકરી બાબતે પૂછતાં અજય પઢિયારે કહ્યું કે, હું નશાની હાલતમાં હતો અને બાળકીને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી નદીમાં નાખી દીધી હતી.