Anand Lok Sabha Election 2024 Voting: આણંદ લોકસભા બેઠક પર સાંજે 6 વાગ્યા સુધીમાં 62.20 ટકા મતદાન

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 07 May 2024 02:40 PM (IST)Updated: Thu, 04 Jul 2024 05:21 PM (IST)
anand-lok-sabha-seat-election-2024-voting-live-updates-seat-wise-voting-percentage-bjp-congress-photos-video-news-live-blog

Anand Lok Sabha Election 2024 Voting: ગુજરાતની 25 લોકસભા બેઠક પર આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતુ. મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જે પૈકી આણંદ લોકસભા બેઠક પર સાંજે 6 વાગ્યા સુધીમાં 62.20 ટકા મતદાન નોંધાયું છે. જો કે ચોક્કસ આંકડો તો મોડી રાતે જાહેર કરવામાં આવી શકે છે.

આણંદ મતવિસ્તારમાં વહેલી સવારથી જ યુવાથી માંડી વરિષ્ઠ મતદારો લાઈનમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનેરા ઉત્સાહ સાથે જોડાયા હતા. મતદાન મથકમાં મત આપવા જનાર મતદારો ને ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ ના વિચાર અને સાકાર કરતું થેન્ક્યુ કાર્ડ રૂપી સીડ્સ કાર્ડ આપીને તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી, તેમને પ્રાકૃતિક કૃષિનો સંદેશ આપવાની સાથે તેને અપનાવવા અપીલ કરવામાં આવી હતી. 3 વાગ્યા સુધીમાં 52.49 ટકા મતદાન નોંધાયું હતું.

naidunia_image

લોકશાહીના પર્વ સમી ચૂંટણી અન્વયે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પર્વમાં વધુને વધુ મતદારો જોડાય અને તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી તંત્રએ કરેલા આહવાનને પગલે મતદારો મતદાન કરી રહયા છે. જિલ્લાના મતદારોની સાથે સંતો – મહંતો પણ જોડાયા હતા.ગોકુલધામ-નાર સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પૂ.શુકદેવપ્રસાદદાસજી સ્વામીએ પેટલાદના નાર ગામે મતદાન કરી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

naidunia_image

આ આદર્શ મતદાન મથક ખાતે પ્રાકૃતિક કૃષિ ના વિવિધ મોડેલો તથા પ્રાકૃતિક ખાતર કેવી રીતે બનાવવું તેની સમજણની સાથે પ્રાકૃતિક કૃષિ અને પ્રદર્શિત કરતા ફાર્મનું મોડેલ પણ ઊભું કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ મતદાન મથક ના બુથ નંબર 39 ખાતે મતદાન કરવા જનાર પ્રત્યેક મતદારોને મતદાન બાદ તુલસી ના બીજ સાથેનું ઇકો ફ્રેન્ડલી થેન્ક યુ કાર્ડ પણ આપવામાં આવી રહયું છે.

naidunia_image

વિદ્યાડેરી રોડ પર આવેલ મંગલપુર ખાતે રહેતાં વયોવૃદ્ધ દંપતીએ મતદાન કરી અન્ય મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી. સંસદીય મતવિસ્તારમાં તાપ અને ગરમીની સામે જોયા વિના મતદારો મતદાન કરી રહ્યા છે. મહિલા મતદારો પણ પોતાના કામમાંથી સમય કાઢીને મતદાન કરવા માટે પહોચ્યા હતા.