આણંદ બસ સ્ટેન્ડનો કાયાકલ્પ: 17,773 ચો.મી.માં નવું મથક, બેઝમેન્ટ પાર્કિંગ સહિત આ સુવિધાઓ મળશે

આણંદમાં રૂ.29 કરોડના ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડ બનશે. 17,773 ચો.મી. વિસ્તારમાં બનનારા બસ મથકમાં 21 પ્લેટફોર્મ, વિશાળ પાર્કિંગ, વેઇટિંગ હોલ, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ મળશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 03 Oct 2026 09:57 AM (IST)Updated: Sat, 03 Oct 2026 09:57 AM (IST)
anand-gets-rs-29-crore-modern-bus-stand-21-platforms-facilities

Anand News: આણંદ શહેરના વિકાસમાં હવે એક વધુ સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે, આણંદ શહેરમાં હજારો મુસાફરોના પરિવહનને વધારે સુવિધાસભર અને આરામદાયક બનાવવાના હેતુથી રુ.29 કરોડના ખર્ચે આધનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવશે, આ નવા નિર્માણ પામનારા બસ સ્ટેન્ડના ટેન્ડરિંગ સહિતની જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરી દેવાઇ છે. હાલમાં જૂના બસ સ્ટેશનને હંગામી ધોરણે અન્ય સ્થળે ખસેડી નિર્માણ કાર્ય ઝડપથી શરુ કરવા માટે ગુજરાત એસ.ટી નિગમે આણંદ મનપા પાસેથી વૈકલ્પિક જગ્યાની માંગણી કરી છે.

હંગામી બસ સ્ટેશન માટેની જગ્યાની શોધ

નવા બસ સ્ટેશનનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. પરંતુ તે પહેલા વર્તમાન બસ સ્ટેશનને હંગામી સ્થળે ખસેડવો તે મોટો પડકાર સમાન છે. આણંદ ડેપોમાંથી રોજની 58 પોતાની અને 421 અન્ય મળીને કુલ 989 એસ.ટી બસ ટ્રીપોનું સંચાલન થાય છે. જેમાં 32 હજારથી વધારે મુસાફરો સફર કરે છે. હંગામી વ્યવસ્થા માટે જૂના બસ સ્ટેશન પાસે સ્થિત આણંદ મનપાની રાજા રણછોડરાય માર્કેટની જમીન શ્રેષ્ઠ વિકલ્પ છે.

ડેપોમાં 8 લાખની આવક

હાલમાં આણંદ મનપાદ્વારા 88 કેબિનધારકોને દૂર કરીને વિશાળ જમીન ખુલ્લી કરવામાં આવી છે. જો આ જગ્યા એસ.ટી. નિગમને સોંપાય તો ટ્રાફિક અને મુસાફરોની સુવિધા જળવાઈ રહેશે.દૈનિક રૂ. 8 લાખની આવક ધરાવતા આણંદ ડેપોને નવું બસ સ્ટેશન મળતાં આસપાસના ગ્રામ્ય અને શહેરીજનોને પરિવહનની આધુનિક સુવિધા પ્રાપ્ત થશે.

17,773 ચોમી વિસ્તારમાં આકાર પામશે બસ મથક

આણંદનું નવુ બસ સ્ટેશન 17,773 ચોમી વિસ્તારમાં આકાર પામવાનું છે. ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મુસાફરોની જરુરિયાતોને ધ્યાને રાખીને પ્લાન પ્રમાણે, નવા બસ સ્ટેન્ડમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

  • 21 પ્લેટફોર્મની સુવિધા: પેસેન્જરો સરળતાથી અવરજવર કરી શકે તે માટે 21 પ્લેટફોર્મનું નિર્માણ કરાશે.
  • વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ: પાર્કિંગની સમસ્યા નિવારવા બેઝમેન્ટમાં 71 કાર અને 167 ટુ-વ્હીલર પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા રહેશે.
  • ગ્રાઉન્ડ ફ્લોર પર વિશેષ વ્યવસ્થા: ટિકિટ બુકિંગ વિન્ડો, પૂછપરછ કેબિન, મોટો વેટિંગ હોલ, પીવાના પાણીની ઉત્તમ સુવિધા, લેડિઝ રેસ્ટરુમ, દિવ્યાંગો માટે વિશેષ ટોઈલેટ બ્લોક, કાફેટેરિયા, ફૂડકોર્ટ,જેવી સુવિધાઓ રહેશે.
  • અન્ય સુવિધાઓ: નવીન બસ સ્ટેશનના પ્રથમ માળ પર સ્ટે રુમ, ડી એન્ડ સી રુમ, લાઈબ્રેરી, કાફેટેરિયા અને લાઈન ચેકિંગ રુમની સુવિધાઓ રહેશે.
  • શોપિંગ ફેસિલિટી: બસ સ્ટેશન પરિસરમાં 21 નવી દુકાનો બનાવવાની યોજના છે.