Anand District Panchayat Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આણંદ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આયોગ દ્વારા જાહેર કરાયેલ આદેશ અનુસાર, આણંદ જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકોમાંથી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.
આણંદ જિલ્લા પંચાયતની બેઠકોની ફાળવણીની વાત કરીએ તો, છેલ્લી વસ્તી ગણતરી સને 2011ના આંકડાઓને આધારે કુલ બેઠકો નક્કી કરવામાં આવેલી છે. આણંદ જિલ્લા પંચાયત માટે કુલ 40 બેઠકો નક્કી કરવામાં આવેલી છે. આણંદ જિલ્લા પંચાયત માટે અનામત બેઠકોનું વિતરણ નિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ આંકડાઓ મુજબ, જિલ્લા પંચાયત માટે અનુસૂચિત જાતિ (અ. જા.) માટે 2 બેઠકો, અનુસૂચિત આદિજાતિ (અ. આ. જા.) માટે 1 બેઠકો અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (સા. શૈ. પ. વ.) માટે 11 બેઠકો ફાળવવામાં આવી છે. આ ફાળવણીમાં સંબંધિત વર્ગોની સ્ત્રીઓ માટે અનામત બેઠકો સહિત સ્ત્રીઓ માટેની અનામત બેઠકો અને બિન-અનામત બેઠકોની સંખ્યા પણ નિર્ધારિત કરવામાં આવી છે.
આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કેટલી અનામત બેઠકોની ફાળવણી?
| આણંદ જિલ્લા પંચાયતની બેઠકોની કુલ સંખ્યાઃ 40 | ||
| તાલુકાનું નામ | મતદાર મંડળનું નામ | ફાળવવામાં આવેલ બેઠકનો પ્રકાર |
| બોરસદ | અલારસા | બિનઅનામત સામાન્ય |
| આંકલાવ | આસોદર | બિનઅનામત સામાન્ય |
| આંકલાવ | બામણગામ | સામાન્ય સ્ત્રી |
| પેટલાદ | બાંધણી | બિનઅનામત સામાન્ય |
| બોરસદ | ભાદરણ | સામાન્ય સ્ત્રી |
| ઉમરેઠ | ભાલેજ | બિનઅનામત સામાન્ય |
| બોરસદ | બોચાસણ | સામાન્ય સ્ત્રી |
| આણંદ | ચિખોદરા | સામાન્ય સ્ત્રી |
| સોજીત્રા | ડભોઉ | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| બોરસદ | દહેવાણ | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| બોરસદ | દાવોલ | સા.શૈ.પછાતવર્ગ |
| પેટલાદ | ધર્મજ | અનુસૂચિત જાતિ |
| ખંભાત | ગોલાણા | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| આણંદ | હાડગુડ | અનુસુચિત આદિજાતી |
| બોરસદ | જંત્રાલ | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| આંકલાવ | કહાનવાડી | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| ખંભાત | કલમસર | સા.શૈ.પછાતવર્ગ |
| બોરસદ | કંકાપુરા | સા.શૈ.પછાતવર્ગ |
| સોજીત્રા | કાસોર | સા.શૈ.પછાતવર્ગ |
| બોરસદ | કઠાણા | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| આણંદ | ખંભોળજ | સા.શૈ.પછાતવર્ગ |
| પેટલાદ | મહેળાવ | સામાન્ય સ્ત્રી |
| તારાપુર | મોરજ | અનુસૂચિત જાતિ સ્ત્રી |
| ખંભાત | નગરા | સામાન્ય સ્ત્રી |
| બોરસદ | નાપા તળપદ | બિનઅનામત સામાન્ય |
| આણંદ | નાપાડવાંટા | બિનઅનામત સામાન્ય |
| પેટલાદ | પાળજ | બિનઅનામત સામાન્ય |
| પેટલાદ | પંડોળી | સામાન્ય સ્ત્રી |
| આણંદ | સામરખા | સામાન્ય સ્ત્રી |
| આણંદ | સારસા | સામાન્ય સ્ત્રી |
| ખંભાત | શકરપુર | સામાન્ય સ્ત્રી |
| ઉમરેઠ | શીલી | બિનઅનામત સામાન્ય |
| પેટલાદ | સિંહોલ | સામાન્ય સ્ત્રી |
| ઉમરેઠ | સુરેલી | સામાન્ય સ્ત્રી |
| ખંભાત | ઉંદેલ | બિનઅનામત સામાન્ય |
| આણંદ | વલાસણ | બિનઅનામત સામાન્ય |
| ઉમરેઠ | વણસોલ | સામાન્ય સ્ત્રી |
| તારાપુર | વરસડા | બિનઅનામત સામાન્ય |
| આણંદ | વાસદ | બિનઅનામત સામાન્ય |
| ખંભાત | વટાદરા | બિનઅનામત સામાન્ય |
